Get The App

IND vs ENG: ઓવલ ટેસ્ટમાં હવે પાંચમાં દિવસ આવશે પરિણામ, ભારતીય ટીમ જીતથી ચાર વિકેટ દૂર

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
IND vs ENG: ઓવલ ટેસ્ટમાં હવે પાંચમાં દિવસ આવશે પરિણામ, ભારતીય ટીમ જીતથી ચાર વિકેટ દૂર 1 - image
Image Source: IANS

India vs England 5th Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની અંતિમ ટેસ્ટ મેચ લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમ પર રમાઈ રહી છે. આ મુકાબલામાં ચોથા દિવસ (3 ઓગસ્ટ)ની રમત પૂર્ણ થઈ ચૂકી છે. ઇંગ્લેન્ડની ટીમનો સ્કોર 339 રન છે અને તેને 6 વિકેટ ગુમાવી દીધી છે. જેમી ઓવર્ટન શૂન્ય અને જેમી સ્મિથ 2 રન બનાવીને અણનમ છે. ઇંગ્લેન્ડ જીતથી 35 રન દૂર છે. ભારતને ચાર વિકેટની જરૂર છે. હવે પાંચમા દિવસે આ મેચનો નિર્ણય થશે. ચોથા દિવસની રમત વરસાદના કારણે જલ્દી પૂરી કરવી પડી.

મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને જીત માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે પોતાની પહેલી ઈનિંગમાં 224 અને ઇંગ્લેન્ડે પોતાની પહેલી ઈનિંગમાં 247 રન બનાવ્યા. ઇંગ્લેન્ડને પહેલી ઈનિંગના આધાર પર 23 રનની સામાન્ય લીડ મળી. પછી ભારતીય ટીમની બીજી ઈનિંગ 396 રન પર સમેટાઈ.

આ મુકાબલો શુભમન ગિલની આગેવાની વાળી ભારતીય ટીમ માટે ઘણો મહત્ત્વપૂર્ણ છે. ભારતીય ટીમ પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની ત્યારે જ બરાબરી કરી શકશે, જ્યારે તે આ મુકાબલામાં જીત નોંધાવશે. જો ઓવલ ટેસ્ટ ડ્રો થશે અથવા ઇંગ્લેન્ડ જીત મેળવશે તો ભારતીય ટીમ સીરિઝ ગુમાવી દેશે.

આવી રહી ઇંગ્લેન્ડની બીજી ઈનિંગ

રનચેજ દરમિયાન બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની શરૂઆત સારી રહી. જૈક ક્રાઉલી અને બેન ડકેટે મળીને પહેલી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી. આ ભાગીદારીને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે તોડી, તેમણે ત્રણ દિવસની રમતમાં અંતિમ બોલ પર જેક ક્રાઉલીને બોલ્ડ કર્યો.

રમતના ચોથા દિવસે બેન ડકેટ અને ઓલી પોપે ટક્યા અને બીજી વિકેટ માટે 32 રન ફટકાર્યા. ડકેટ ફિફ્ટી ફટકાર્યા બાદ પ્રસિધ કૃષ્ણાના બોલ પર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયા. ડકેટે 83 બોલ પર 54 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા સામેલ રહ્યા. બકેટ બાદ ઇંગ્લેન્ડે ઓલી પોપની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી, જે મોહમ્મદ સિરાજના બોલ પર એલબીડબલ્યૂ આઉટ થયો. પોપના આઉટ થતાં સમયે સ્કોર 106/3 હતો.

અહીંથી જો રૂટ અને હેરી બ્રૂકે સેન્ચ્યુરી પાર્ટનરશિપ કરીને ઇંગ્લેન્ડને મુકાબલામાં વાપસી કરાવી. બ્રૂકે તોફાની બેટિંગ કરતા 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અંદાજિત 39 બોલ પર પોતાની ફિફ્ટી પૂર્ણ કરી લીધી. ત્યારે જો રૂટે પણ પોતાના અંદાજમાં બેટિંગ કરી અને 6 ચોગ્ગાની મદદથી 81 બોલ પર પોતાની અડધી સદી પૂર્ણ કરી લીધી.

હેરી બ્રૂક અને જો રૂટે ચોથા દિવસની રમતના બીજા સેશનમાં ભારતીય બોલરોને વધુ મોકા ન આપ્યા. બંનેએ સરળતાથી રન બનાવ્યા. બ્રૂકે 91 બોલ પર સદી પૂરી કરી લીધી, જેમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ રહ્યા. બ્રૂક 111 રન બનાવીને આકાશદીપના બોલ પર આઉટ થયા. બ્રૂક અને રૂટ વચ્ચે ચોથી વિકેટ માટે 195 રનની ભાગીદારી થઈ.

હેરી બ્રૂકના આઉટ થયા બાદ જો રૂટ અને જેકબ બેથેલે ઇનિંગ્સને આગળ વધારી. રૂટે ત્રીજા સેશનની શરૂઆતમાં પોતાની સદી ફટકારી. રૂટે 12 ચોગ્ગાની મદદથી 137 બોલ પર પોતાની સદી પૂર્ણ કરી. રૂટના ટેસ્ટ કરિયરની આ 39મી સદી રહી. રૂટના સદી બનાવ્યા બાદ મેચમાં ટ્વિટસ્ટ આવ્યો. પહેલા જેકબ બેથેલ (5 રન)ને પ્રસિદ કૃષ્ણાએ બોલ્ડ કર્યો. પછી રૂટ (105 રન)ને પણ પ્રસિધ કૃષ્ણાએ પેવેલિયન મોકલી દીધો.

ઇંગ્લેન્ડની બીજી ઈનિંગ

  • જેક ક્રાઉલી (14)
  • બેન ડકેટ (54)
  • ઓલી પોપ (27)
  • જો રૂટ (105)
  • હેરી બ્રૂક (111)
  • જેકબ બેથેલ (5)
  • જેમી સ્મિથ (2)*
  • જેમી ઓવર્ટન (0)*

ભારતની બીજી ઈનિંગ (396/10, 87.6 ઓવર)

  • યશસ્વી જયસ્વાલ (118)
  • કેએલ રાહુલ (7)
  • સાઈ સુદર્શન (11)
  • આકાશદીપ (66)
  • શુભમન ગિલ (11)
  • કરૂણ નાયર (17)
  • રવીન્દ્ર જાડેજા (53)
  • ધ્રુવ જુરેલ (34)
  • વોશિંગ્ટન સુંદર (53)
  • મોહમ્મદ સિરાજ (0)
  • પ્રસિધ કૃષ્ણા (0)*

ઇંગ્લેન્ડની પહેલી ઈનિંગ (247, 51.2 ઓવર)

  • જેક ક્રાઉલી (64)
  • બેન ડકેટ (43)
  • ઓલી પોપ (22)
  • જો રૂટ (29)
  • હેરી બ્રૂક (53)
  • જેકબ બેથેલ (6)
  • જેમી સ્મિથ (8)
  • જેમી ઓવર્ટન (0)
  • ગસ એટકિંસન (11)
  • જોશ ટંગ (0)*
  • ક્રિસ વોક્સ ----

ભારતની પહેલી ઈનિંગ (224/10, 69.4 ઓવર)

  • યશસ્વી જયસ્વાલ (2)
  • કેએલ રાહુલ (14)
  • સાઈ સુદર્શન (38)
  • શુભમન ગિલ (21)
  • કરૂણ નાયર (57)
  • રવીન્દ્ર જાડેજા (9)
  • ધ્રુવ જુરેલ (19)
  • વોશિંગ્ટન સુંદર (26)
  • આકાશદીપ (0)*
  • મોહમ્મદ સિરાજ (0)
  • પ્રસિધ કૃષ્ણા (0)

બંને ટીમોની પ્લેઇંગ 11

ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ.

ઇંગ્લેન્ડ: જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગસ એટકિન્સન, જેમી ઓવરટન અને જોશ ટંગ.

Tags :