Get The App

IND vs ENG: બુમરાહ, શાર્દુલ, પંત અને કંબોજ મેચમાંથી બહાર, કરૂણ નાયરને ચાન્સ, ભારતની પહેલી બેટિંગ

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
IND vs ENG: બુમરાહ, શાર્દુલ, પંત અને કંબોજ મેચમાંથી બહાર, કરૂણ નાયરને ચાન્સ, ભારતની પહેલી બેટિંગ 1 - image


Ind vs Eng: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ આજથી લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ આ મેચ કોઈપણ ભોગે જીતના પ્રયાસ કરશે. હાલમાં, યજમાન ટીમ વર્તમાન સીરિઝમાં 1-2 થી આગળ છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત ચાર ફેરફારો સાથે મેદાનમાં ઉતર્યું છે.


ભારતીય ટીમની ઇનિંગ

• ભારતીય ટીમને પહેલો ઝટકો, યશસ્વી જયસ્વાલ 2 રન બનાવીને આઉટ
• ભારતીય ટીમને બીજો ઝટકો, કેએલ રાહુલ 14 રન બનાવીને આઉટ
• ભારતીય ટીમને ત્રીજો ઝટકો, કેપ્ટન શુભમન ગિલ 21 રન બનાવીને આઉટ
• ભારતીય ટીમને ચોથો ઝટકો, સાઈ સુદર્શન 38 રન બનાવીને આઉટ
• ભારતીય ટીમને પાંચો ઝટકો, રવીન્દ્ર જાડેજા 9 રન બનાવીને આઉટ

ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો

ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પાંચમી મેચમાં ભારત ચાર ફેરફારો સાથે મેદાનમાં ઉતર્યું છે. કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું હતું કે, રિષભ પંતની જગ્યાએ ધ્રુવ જુરેલ, શાર્દુલ ઠાકુરની જગ્યાએ કરુણ નાયર, જસપ્રીત બુમરાહની જગ્યાએ પ્રખ્યાત કૃષ્ણ અને અંશુલ કંબોજની જગ્યાએ આકાશ દીપનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ ઇંગ્લેન્ડે પ્લેઇંગ-11 માં કુલ ચાર ખેલાડીઓ પણ બદલ્યા છે. બેન સ્ટોક્સ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર અને લિયામ ડોસન આ પ્લેઇંગ-11નો ભાગ નથી. સ્ટોક્સની જગ્યાએ સ્પિન ઓલરાઉન્ડર જેકબ બેથેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે છઠ્ઠા નંબરે બેટિંગ કરશે. ત્યારે સરેના બે પેસ બોલિંગ ઓલરાઉન્ડર ગુસ એટકિન્સન, જેમી ઓવરટન અને જોશ ટંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

બંને ટીમોની પ્લેઇંગ 11

 ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ.

• ઇંગ્લેન્ડ: જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગસ એટકિન્સન, જેમી ઓવરટન અને જોશ ટંગ.


Tags :