IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડની મેચ ડ્રો, ગિલ-જાડેજા બાદ સુંદરે સદી ફટકારી
IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેનચેસ્ટર ટેસ્ટ ડ્રો થઈ છે. ભારતીય ટીમ જ્યારે હારની નજીક હતી, ત્યારે કેએલ રાહુલ, શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને વોશિંગટન સુંદરની શાનદાર ઈનિંગ્સે મેચને ડ્રો સુધી પહોંચાડી દીધી. અંતે ઇંગ્લેન્ડ અને ભારતના પ્લેયર્સની નક્કી કરેલા સમય પહેલા મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી.
શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની સદીની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો કરી. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન અને ઋષભ પંતની અડધી સદીની ઇનિંગ્સની મદદથી 358 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડે 10 વિકેટે 669 રન બનાવ્યા અને 311 રનની લીડ મેળવી હતી. આ પછી ભારતે બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટે 425 રન બનાવ્યા અને મેચનો ડ્રો થઈ. પાંચ મેચની આ સીરિઝમાં ઇંગ્લેન્ડ હજુ પણ 2-1થી આગળ છે. આ સીરિઝની છેલ્લી મેચ 31 ઓગસ્ટે ઓવલમાં રમાશે.
સુંદર-જાડેજા વચ્ચે 200+ રનની ભાગીદારી
ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગ શરૂ થતાં જ જયસ્વાલ અને સુદર્શન શૂન્ય રને આઉટ થયા ગયા હતા. ત્યારબાદ મેચના અંતિમ દિવસે કે.એલ.રાહુલે 90 રન, શુભમન ગિલે 103 રન, વોશિંગ્ટન સિંદરે અણનમ 101 રન અને રવિન્દ્ર જાડેજાએ અણનમ 107 રન નોંધાવ્યા હતા. રાહુલ અને ગિલ વચ્ચે 188 રનની ભાગીદારી, જ્યારે ગિલ અને સુંદર વચ્ચે 34 રનની ભાગીદારી અને સુંદર અને જાડેજા વચ્ચે 203 રનની ભાગીદારી નોંધાઈ છે. ભારતની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે બે વિકેટ અને જોફ્રા આર્ચર-બેન સ્ટોકે એક-એક વિકેટ ખેરવી છે.
પ્રથમ ઈનિંગમાં ઈગ્લેન્ડના ત્રણ બેટરની અડધી સદી, બેની સદી, રન - 669
- ઝેક ક્રોલી (Zak Crawley) - 84 રન
- બેન ડકેટ (Ben Duckett) - 94 રન
- ઓલી પોપ (Ollie Pope) - 71 રન
- જો રૂટ (Joe Root) - 150 રન
- હેરી બ્રુક (Harry Brook) - 3 રન
- બેન સ્ટોક્સ (Ben Stokes) - 141 રન
- જેમી સ્મિથ (Jamie Smith) - 9 રન
- લિયામ ડોસન (Liam Dawson) - 26 રન
- ક્રિસ વોક્સ (Chris Woakes) - 4 રન
- બ્રાયડન કાર્સ (Brydon Carse) - 47 રન
- જોફ્રા આર્ચર (Jofra Archer) - અણનમ 2 રન
જાડેજાએ ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી
- જસપ્રિત બુમરાહ - 2 વિકેટ
- અંશુલ કંબોઝ - 1 વિકેટ
- મોહમ્મદ સિરાઝ - 1 વિકેટ
- શાર્દુલ ઠાકુર - 0 વિકેટ
- રવિન્દ્ર જાડેજા - 4 વિકેટ
- વોશિંગ્ટન સુંદર - 2 વિકેટ
ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં ત્રણ બેટરોની અડધી સદી, રન 358
- યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) - 58 રન
- કે.એલ. રાહુલ (KL Rahul) - 46 રન
- સાઈ સુદર્શન (Sai Sudharsan) - 61 રન
- શુભમન ગિલ (Shubman Gill) - 12 રન
- ઋષભ પંત (Rishabh Pant) - 54 રન
- રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) - 20 રન
- શાર્દુલ ઠાકુર (Shardul Thakur) - 41 રન
- વોશિંગ્ટન સુંદર (Washington Sundar) - 27 રન
- અંશુલ કંબોજ (Anshul Kamboj) - 0 રન
- જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) - 4 રન
- મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) - અણનમ 5 રન
બેન સ્ટોકની ભારતની પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ
- ક્રિસ વોક્સ - 1 વિકેટ
- જોફ્રા આર્ચર - 3 વિકેટ
- બ્રાયડન કાર્સ - 0 વિકેટ
- બેન સ્ટોક્સ - 5 વિકેટ
- લિયામ ડોસન - 1 વિકેટ
- જો રૂટ - 0 વિકેટ
માન્ચેસ્ટરમાં રૂટ, વોક્સ સૌથી સફળ
ઇંગ્લેન્ડની વર્તમાન ટીમમાંથી જો રૂટ અને ક્રિસ વોક્સનો માન્ચેસ્ટરમાં ખૂબ સારો દેખાવ રહ્યો છે. રૂટે 11 ટેસ્ટની 19 ઇનિંગ્સમાં 65.20ની એવરેજથી 978 રન કર્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 254 છે. બીજી તરફ ક્રિસ વોક્સે આ ગ્રાઉન્ડમાં 7 ટેસ્ટમાં 17.37ની એવરેજથી 35 વિકેટ ખેરવી છે. આ ઉપરાંત વોક્સે 221 રન પણ નોંધાવ્યા છે.
રૂટને દ્રવિડ-કાલિસને પાછળ પાડ્યા
ટેસ્ટના ચોથા દિવસે જો રૂટે સદી રેકોર્ડ તોડ્યો છે. તેણે ટેસ્ટમાં સૌથી વધુ રન કરવામાં રાહુલ દ્રવિડ અને કાલિસને પાછળ મૂકી ટોપ-ફાઈવમાં સ્થાન મેળવ્યું છે. મેચ પહેલા રૂટ 156 ટેસ્ટની 185 ઈનિંગ્સમાં 13259 રન સાથે છઠ્ઠા હતો, જ્યારે રાહુલ દ્રવિડ 164 ટેસ્ટની 286 ઈનિંગ્સમાં 13288 રન સાથે પાંચમાં સ્થાને અને કાલિસ 164 ટેસ્ટમાં 13289 રને ચોથા સ્થાને હતો. હવે રૂટે સદી ફટકારી દ્રવિડ અને કાલિસને રેકોર્ડ તોડ્યો છે.
જો રૂટે કયા રેકોર્ડ તોડયા?
- ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન બાદ બીજા ક્રમે. પોન્ટિંગને પાછળ છોડ્યો
- ટેસ્ટ ક્રિકેટમાં 38મી સદી ફટકારી સંગાકારાની બરાબરી કરી. સચિન, કાલિસ અને પોન્ટિંગ બાદ ચોથા ક્રમે
- ભારત સામે સૌથી વધુ 12 ટેસ્ટ સદી ફટકારનારો બેટર બન્યો
- ઈંગ્લેન્ડમાં ભારત સામે 9મી સદી. ઘરઆંગણે કોઈ એક જ દેશ સામે સૌથી વધુ સદીનો બ્રેડમેનનો (8) રેકોર્ડ તોડ્યો.
- 2021 બાદ માત્ર 4 વર્ષના ગાળામાં 21 સદી ફટકારી.
- જો રૂટ માન્ચેસ્ટરના મેદાનમાં 1000 રન બનાવનાર એક માત્ર ખેલાડી બની ગયો છે.
ટેસ્ટમાં સૌથી વધુ રન
- બેટ્સમેન - ટેસ્ટ - રન
- તેંડુલકર - 200 - 15921
- પોન્ટિંગ - 168 - 13378
- કાલિસ - 166 - 13289
- દ્રવિડ - 164 - 13288
- રૂટ - 156 - 13259
- (નોંધ - મેચ પહેલાનો ડેટા)
પંતે ધોનીનો રેકોર્ડ તોડ્યો
પંત સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર કુલ મળીને સૌથી વધુ 50+નો સ્કોર કરનારો ભારતનો સૌપ્રથમ વિકેટકિપર. પંતે ‘SENA’માં 14મી વખત 50+નો સ્કોર કરીને ધોનીનો (13 વખત 50+)નો રેકોર્ડ તોડયો.
ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા
- પંતના 47 ટેસ્ટની 82 ઈનિંગમાં કુલ 90 છગ્ગા
- સેહવાગના 103 ટેસ્ટની 178 ઈનિંગમાં કુલ 90 છગ્ગા
- રોહિત - 67 ટેસ્ટ, 116 ઈનિંગ, કુલ 88 છગ્ગા
- ધોની 90 ટેસ્ટ, 144 ઈનિંગ, કુલ 78 છગ્ગા
- આર.જાડેજાના 84 ટેસ્ટની 125 ઈનિંગમાં 74 છગ્ગા
માન્ચેસ્ટરમાં છેલ્લી પાંચ ટેસ્ટ
- 2020 - ઇંગ્લેન્ડનો વિન્ડીઝ સામે 269 રને વિજય
- 2020 - ઇંગ્લેન્ડનો વિન્ડીઝ સામે 3 વિકેટે વિજય
- 2022 - ઇંગ્લેન્ડનો દ. આફ્રિકા સામે ઈનિંગ્સથી વિજય
- 2023 - ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા ડ્રો
- 2024 - ઇંગ્લેન્ડનો શ્રીલંકા સામે પાંચ વિકેટે વિજય
માન્ચેસ્ટરમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ
- 1936 - ડ્રો
- 1946 - ડ્રો
- 1952 - ઇંગ્લેન્ડનો ઈનિંગ્સથી
- 1959 - ઇંગ્લેન્ડનો 171 રને
- 1971 - ડ્રો
- 1974 - ઇંગ્લેન્ડનો 113 2ને
- 1982 - ડ્રો
- 1990 - ડ્રો
- 2014 - ઇંગ્લેન્ડનો ઈનિંગ્સથી
- 2025 - પાંચ ટેસ્ટ મેચમાંથી ઈંગ્લેન્ડ બે ટેસ્ટ મેચ જીત્યું, ભારત એક હાર્યું