Get The App

IND vs ENG: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ 407 રન પર અટકી, ભારત પાસે 244 રનની લીડ

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
IND vs ENG: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ 407 રન પર અટકી, ભારત પાસે 244 રનની લીડ 1 - image
Photo : IANS

IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિઘમના એઝબેસ્ટનમાં એન્ડરસન-તેંદુલકર ટ્રોફી 2025ની બીજી મેચ રમાઈ રહી છે. શુક્રવારે (4 જુલાઈ) મેચનો ત્રીજો દિવસ હતો. ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઇનિંગમાં 407 રન પર ઓલઆઉટ થઈ ગઈ. સિરાજે 6 વિકેટ આંચકી છે જ્યારે આકાશદીપને 4 સફળતા મળી છે. ઈંગ્લેન્ડના 6 બેટર ખાતું પણ ન ખોલાવી શક્યા. ભારત પાસે 180 રનની લીડ હતી. ત્યારબાદ ભારતે બીજી ઇનિંગમાં દિવસની રમત પૂર્ણ થાય ત્યાં સુધીમાં 64 રન બનાવી લીધા હતા. એટલે હવે ભારતની લીડ 244 રનની થઈ ગઈ છે.

મોહમ્મદ સિરાજે ત્રીજા દિવસની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી હતી. પહેલી જ ઓવરમાં તેમણે જો રૂટ અને કેપ્ટન સ્ટોક્સને આઉટ કરી દીધા. જો કે, તેઓ હેટ્રિક ન લઈ શક્યા. પરંતુ ત્યારબાદ સ્મિથ અને બ્રૂકે કમાલની ઇનિંગ રમી. બંને વચ્ચે 300થી વધુ રનોની ભાગીદારી થઈ. પરંતુ બ્રૂકના આઉટ થતા જ ઈંગ્લેન્ડની ઇનિંગ વિખેરાઈ ગઈ. ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગમાં શુભમન ગિલની શાનદાર બેવડી સદીના દમ પર 587 રન બનાવ્યા હતા.

ભારતની બીજી ઇનિંગની હાઇલાઇટ્સ

બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે ઓપનિંગ કરી. ભારત પાસે પહેલાથી જ 180 રનની લીડ હતી. પરંતુ યશસ્વી 28 રન બનાવીને આઉટ થઈ ગયો. પરંતુ બીજા દિવસની રમત પૂર્ણ થવા સુધીમાં કેએલ રાહુલ અને કરૂણ નાયરે 64 રન બનાવી લીધા હતા. ભારતની લીડ હવે 244 રનની થઈ ગઈ છે.

ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગની હાઇલાઇટ્સ

ઈંગ્લેન્ડની ટીમની પહેલી ઇનિંગમાં શરૂઆતમાં કંઈક ખાસ ન રહી. 13 રન પર તેણે બે વિકેટ ખેરવી હતી. આકાશદીપે ગત મેચમાં સદી ફટકારનારા બેન ડકેટ અને ઓલી પોપને શૂન્ય પર આઉટ કરી દીધા. જ્યારે જેક ક્રાઉલી પણ કંઈ ખાસ ન કરી શક્યા અને 19 રન બનાવીને સિરાજની બોલિંગનો શિકાર બન્યા. ત્રીજા દિવસની શરૂઆત પણ સિરાજે ધમાકેદાર અંદાજમાં કરી. તેણે પહેલી જ ઓવરમાં જો રૂટ અને બેન સ્ટોક્સને પેવેલિયન મોકલ્યા. સ્ટોક્સ ખાતુ પણ ન ખોલી શક્યા અને ગોલ્ડન ડક થયા. ત્યારે, રૂટે 22 રન બનાવ્યા. ત્યારબાદ બ્રૂક અને સ્મિથ વચ્ચે 303 રનની ભાગીદારી થઈ. પરંતુ ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગ 407 રનમાં સમેટાઈ ગઈ.

બેટરરન
જેક ક્રાઉલી19
બેન ડકેટ0
ઓલી પોપ0
જો રૂટ22
હેરી બ્રૂક158
બેન સ્ટોક્સ0
જેમી સ્મિથ184*
ક્રિસ વોક્સ5
કાર્સ0
જોસ ટંગ0
શોએબ બશીર0
Tags :