એશિયા કપ: બાંગ્લાદેશ સામે ભારતની 41 રને જીત, ટીમ ઇન્ડિયાની ફાઇનલમાં એન્ટ્રી
India vs Bangladesh: આજે(24 સપ્ટમ્બર) એશિયા કપના સુપર ફોરમાં બાંગ્લાદેશને 41 રનોથી હરાવીને ટીમ ઇન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે. બાંગ્લાદેશને હવે પાકિસ્તાન સાથે નોક આઉટ મુકાબલો રમવાનો છે.
169 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 127 રનમાં સમેટાઇ
બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે પછી પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. જેમાં અભિષેક શર્માએ 37 બોલ પર 75 રન બનાવીને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 169 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 19.3 ઓવરમાં 127 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ટીમ ઇન્ડિયાની એશિયા કપના ફાઇનલમાં એન્ટ્રી ફાઇનલ થઇ ગઇ છે. હવે આવતીકાલે, 25 સપ્ટેમ્બરે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ મેચમાં જે ટીમ જીતશે તે ભારત સામે ફાઇનલમાં ટકરાશે.
બાંગ્લાદેશ ટીમની ઈનિંગ
બાંગ્લાદેશ ઓલ આઉટ થયું
બાંગ્લાદેશની 10મી વિકેટ પડતા જ ભારતની જીત થઈ છે.
બાંગ્લાદેશની 9મી વિકેટ પડી
બાંગ્લાદેશની 9મી વિકેટ પડી ગઈ છે. અક્ષર પટેલે બુમરાહના બોલ પર શાનદાર કેચ પકડ્યો. સૈફ હસન 51 બોલમાં 69 રન બનાવીને આઉટ થયો.
કુલદીપ યાદવે સતત બે વિકેટ ઝડપી
બાંગ્લાદેશના બેટરોએ ટીમ ઈન્ડિયા સામે શરણાગતિ સ્વીકારી લીધી છે. કુલદીપ યાદવે 17મી ઓવરમાં બે વિકેટ લીધી. બાંગ્લાદેશને જીતવા માટે 22 બોલમાં 57 રનની જરૂર છે, જ્યારે ભારતને ત્રણ વિકેટની જરૂર છે.
બાંગ્લાદેશને 30 ઓવરમાં 61 રનની જરૂર
બાંગ્લાદેશને જીતવા માટે 30 ઓવરમાં 61 રનની જરૂર છે. ભારતે અત્યાર સુધી પાંચ વિકેટ ગુમાવી દીધી છે.
સૂર્યકુમાર યાદવનો સુપરહિટ થ્રો
બાંગ્લાદેશની પાંચમી વિકેટ પડી ગઈ છે. સૂર્યકુમાર યાદવના શાનદાર થ્રોએ પાંચમી વિકેટ લીધી છે. જેકર અલી પાંચ બોલમાં ચાર રન બનાવીને આઉટ થયો હતો.
વરુણ ચક્રવર્તીને સફળતા મળી
બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી ગઈ છે. વરુણ ચક્રવર્તીએ ભારતને ચોથી સફળતા અપાવી છે. શમીમ હુસૈન કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો છે.
બાંગ્લાદેશની ત્રીજી વિકેટ પડી
બાંગ્લાદેશની ત્રીજી વિકેટ પડી. અક્ષર પટેલે તૌહીદ હૃદોયને આઉટ કર્યો. બાંગ્લાદેશનો બેટર 10 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો.
બાંગ્લાદેશની બીજી વિકેટ પડી
બાંગ્લાદેશની બીજી વિકેટ પડી. પરવેઝ હુસૈન ઇમોન 19 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો. કુલદીપ યાદવે ભારતને બીજી સફળતા અપાવી.
બાંગ્લાદેશની પહેલી વિકેટ પડી
જસપ્રીત બુમરાહે ભારતને પહેલી સફળતા અપાવી. તેણે તંઝીદ હસનને એક રનના સ્કોર પર આઉટ કર્યો. નવો બેટર પરવેઝ હુસૈન ક્રીઝ પર છે.
ભારતીય ટીમની ઈનિંગ
ભારતની પાંચમી વિકેટ પડી
ભારત ની અડધી ટીમ પેવેલિયન પરત ફરી છે. તિલક વર્મા 7 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો. 15 ઓવરમાં ટીમ ઈન્ડિયાએ 132 રન બનાવ્યા છે.
ભારતની ચોથી વિકેટ પડી, કેપ્ટન સૂર્યકુમાર યાદવ આઉટ
ભારતની ચોથી વિકેટ પડી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ 11 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો છે. આ સમયે ભારત 12 ઓવરમાં 114 રન પર હતી.
ભારતની ત્રીજી વિકેટ પડી
ભારતની ત્રીજી વિકેટ પડી. અભિષેક શર્મા 37 બોલમાં 75 રન બનાવીને આઉટ થયો. આ વિસ્ફોટક ઇનિંગમાં અભિષેકે 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા.
ભારતની બીજી વિકેટ પડી
ભારતની બીજી વિકેટ પડી. શિવમ દુબે 3 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ હવે ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો.
શુભમન ગિલ આઉટ થયો
ભારતની પહેલી વિકેટ પડી ગઈ. શુભમન ગિલ 19 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો. ગિલ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો પરંતુ તેણે તન્ઝીમ હસન સાકિબ સામે પોતાની વિકેટ ગુમાવી.
સુપર 4 પોઇન્ટ ટેબલ
- ભારત: 1 મેચ, 1 જીત, નેટ રન રેટ +0.689 (ટોપ પર)
- પાકિસ્તાન: 2 મેચ, 1 જીત, નેટ રન રેટ +0.226 (બીજા સ્થાને)
- બાંગ્લાદેશ: 1 મેચ, 1 જીત, નેટ રન રેટ +0.121 (ત્રીજા સ્થાને)
- શ્રીલંકા: 2 મેચ, 0 જીત (આગામી રાઉન્ડમાં બહાર થવાની નજીક)
ભારતની પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહ.
બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન: સૈફ હસન, તન્ઝીદ હસન તમીમ, પરવેઝ હુસૈન ઇમોન, તૌહીદ હૃદોય, શમીમ હુસૈન, ઝેકર અલી(વિકેટકીપર/કૅપ્ટન), મોહમ્મદ સૈફુદ્દીન, રિશાદ, હુસૈન, તંઝીમ હસન સાકિમ, નસુમ અહમદ અને મુસ્તફિઝુર રહમાન.