Sports

હૈદરાબાદ વન-ડેમાં ભારતની 6 વિકેટથી જીત, સીરીઝમાં 1-0થી આગળ

By GS Team
2 Mar 20191 min read
This article was originally published on 2 Mar 2019
હૈદરાબાદ વન-ડેમાં ભારતની 6 વિકેટથી જીત, સીરીઝમાં 1-0થી આગળ
હૈદરાબાદ, તા. 02 માર્ચ 2019, શનિવાર

હૈદરાબાદમાં રમાયેલી પહેલી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવીને પાંચ મેચોની વન-ડે સીરીઝમાં 1-0થી લીડ મેળવી છે. ભારતને મળેલા 237 રનના ટાર્ગેટના જવાબમાં ભારતે 48.2 ઓવરમાં 4 વિકેટના નુંકસાન પર 240 રન કરી જીત મેળવી.

આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ પસંદ કરી ઓસ્ટ્રેલિયાની ટીમને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 236 રન કરી ભારતને જીત માટે 237 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ સૌથી વધારે 50 રન કર્યાં. આ સિવાય ગ્લેન મેક્સવેલે 40 રન કર્યાં.

ઉસ્માન ખ્વાજાએ 76 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સકની મદદથી 50 રન કર્યાં, જ્યારે ગ્લેન મેક્સવેલે 51 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 40 રન કર્યાં. જ્યારે માર્કસ સ્ટોઇનિસે 37 રન કર્યાં.

ભારત તરફથી જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી. તેમજ કેદાર જાધવે એક વિકેટ ઝડપી.