Get The App

IND vs AUS : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી T20 મેચ, ગુવાહાટીમાં થશે ટક્કર

ભારતીય ટીમે શરૂઆતની 2 મેચ જીતીને સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે

Updated: Nov 28th, 2023

GS TEAM


Google News
Google News
IND vs AUS : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી T20 મેચ, ગુવાહાટીમાં થશે ટક્કર 1 - image


IND vs AUS 3rd T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 5 મેચોની T20I સિરીઝની ત્રીજી મેચ રમાનાર છે. આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:00 વાગ્યે શરૂ થવાની છે. ભારતીય ટીમે શરૂઆતની 2 મેચ જીતીને સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમની નજર આજની મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સિરીઝ પોતાના નામે કરવા પર રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ આજની મેચ જીતીને પોતાને સિરીઝમાં જીવંત રાખવા માંગશે.  આજે ઓસ્ટ્રેલિયા માટે કરો યા મરોની સ્થિતિ રહેશે. 

બેટ્સમેનોને વધુ મદદ મળે છે ગુવાહાટીમાં

ગુવાહાટીના બરસાપરા સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર 3 T20I મેચો રમાઈ છે. અહિયાંની પિચ બેટિંગ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. ગુવાહાટીની પિચ પર બોલર્સને બાઉન્સ અને પેસ મળે છે.  આ મેદાન પર હાઇ સ્કોરિંગ મેચ જોવા મળે છે. આ મેદાન પર હાઇસ્કોર 237 રનનો છે. જે ભારતે સાઉથ આફ્રિકા સામે વર્ષ 2022માં બનાવ્યો હતો. અહીં ફાસ્ટ બોલરોને સીમ અને સ્વિંગમાં વધુ મદદ મળતી નથી, જ્યારે સ્પિનરોને ટર્ન મળે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઈલેવન 

ભારત

સૂર્યકુમાર યાદવ (C), રૂતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (wkt), શિવમ દુબે, રિન્કુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન

ઓસ્ટ્રેલિયા

મેથ્યુ વેડ (C/wkt), ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, સીન એબટ, નેથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, એડમ ઝમ્પા

T20 ઇન્ટરનેશનલમાં ભારત Vs ઓસ્ટ્રેલિયા

કુલ મેચ: 28

ભારત જીત્યું: 17

ઓસ્ટ્રેલિયા જીત્યું: 10

અનિર્ણિત: 1

ભારતમાં બંને ટીમો વચ્ચે T20 રેકોર્ડ

કુલ મેચ: 12

ભારત જીત્યું: 8

ઓસ્ટ્રેલિયા જીત્યું: 4

Tags :