For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતીય ટીમને મળશે લાંબો બ્રેક: ભારત-અફઘાન વચ્ચેની વન-ડે શ્રેણી સ્થગિત, BCCIએ જણાવ્યું કારણ

બ્રોડકાસ્ટ ન મળતા ભારત-અફઘાનિસ્તાન વનડે અને T20 શ્રેણી સ્થગિત

હાલ શ્રેણી રમાડવાની યોજના હોલ્ડ પર : સપ્ટેમ્બરના સિરિઝ રમાડવાની વિચારણા

Updated: Jun 6th, 2023

Article Content Image

નવી દિલ્હી, તા.06 મે-2023, મંગળવાર

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ બાદ ભારતીય ક્રિકેટ ટીમને લાંબો બ્રેક મળી શકે છે. અફઘાનિસ્તાન સામેની વનડે સિરિઝ સ્થગિત થવાથી 2 મહિના સુધી IPLમાં સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત તમામ સિનિયર ખેલાડીઓને આરામ કરવાનો સમય મળશે. BCCI અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ હાલ વનડે સિરિઝ સ્થગિત કરવા પર સહમત થયા છે.

આ કારણે સ્થગિત કરાઈ શ્રેણી

BCCIના અધિકારીઓએ ઈન્સાઈડસ્પોર્ટ સાથે વાત કરતાં કહ્યું કે, જી હાં... WTC ફાઈનલ બાદ એક બ્રેક મળશે.. અમે હજુ પણ અફઘાનિસ્તાન સાથે સિરીઝ રમાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પણ તેમાં મુશ્કેલી જોવા મળી રહી છે. બ્રોડકાસ્ટર સાથે ડીલ થઈ શકી નથી અને વેસ્ટ ઈન્ડિય પ્રવાસ અંગે પણ વિચારવાનું છે. મને લાગે છે કે, ખેલાડીઓને આરામ આપવા માટે આ સમય બિલકુલ યોગ્ય છે.

વન-ડે બાદ T20 સિરિઝ પણ હોલ્ડ પર

બીસીસીઆઈ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ત્રણ મેચોની વન-ડે સિરિઝ અંગે વાત કરી રહ્યા હતા. ત્યારબાદ એક T20 સિરિઝ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, જોકે આ સમયે બંને યોજના હોલ્ડ પર રખાઈ છે. મતલબ કે હાલમાં બંને દેશો વચ્ચે કોઈપણ શ્રેણી રમાવાની શક્યતા નથી.

બ્રોડકાસ્ટર ન મળતા સિરિઝ કરાઈ સ્થગિત

બ્રોડકાસ્ટરના કારણે અફઘાનિસ્તાન સામેની સિરિઝ સ્થગિત થવાનું કારણ કહેવામાં આવી રહ્યું છે. બીસીસીઆઈ વર્તમાન ડીલ ભારત-ઓસ્ટ્રેલિયા સિરિઝ બાદ સમાપ્ત થઈ જશે. મીડિયા રાઈટ્સ માટે અરજી મંગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જોકે તેમાં સમય લાગી શકે છે. બીસીસીઆઈએ અફઘાનિસ્તાન સિરિઝ માટે કામચલાઉ મીડિયા પાર્ટનર અંગે વાત કરી હતી, પરંતુ તે શક્ય બની શક્યું નહીં.

જૂનના બદલે સપ્ટેમ્બરના શ્રેણી રમાડવાની વિચારણા

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હવે જૂનના બદલે સપ્ટેમ્બરના અંતમાં યોજાનારી શ્રેણી માટે વિચારણા કરાઈ રહી છે. ICC વન-ડે વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાવાનો છે. અફઘાનિસ્તાન ટીમ માટે સપ્ટેમ્બરમાં વનડે સિરીઝ રમવી ટૂર્નામેન્ટની તૈયારીના સંદર્ભમાં ઘણી સારી રહેશે. અમે સપ્ટેમ્બરમાં શ્રેણી યોજવાનું આયોજન કરી રહ્યા છીએ. સંભવિત તારીખ જાણવા માટે અમે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સંપર્કમાં છીએ.

ભારતીય ટીમ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે

ઉલ્લેખનિય છે કે, ભારતીય ટીમ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જઈ રહી છે, જ્યાં તેને 2 ટેસ્ટ મેચ, 3 વનડે સિરિઝ અને 5 T20 મેચની સીરિઝ રમવાની છે. અગાઉ ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની T-20 શ્રેણી યોજાવાની હતી. જો કે બાદમાં વેસ્ટ ઈન્ડિઝની વિનંતી પર અને આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને વધુ 2 T20 રમાડવાનો નિર્ણય કરાયો છે. આગામી T20 વર્લ્ડ અમેરિકામાં યોજાવાનો છે, તેથી મેચ ક્રિકેટને પ્રોત્સાહન માટે આ 2 T20 મેચ અમેરિકામાં રમાશે.

Gujarat