અમદાવાદ, સોમવાર
ઈન્ડિયન પ્રીમિયર
લીગની વર્તમાન સિઝન પૂરી થવાનું કાઉન્ટ ડાઉન શરૃ થઇ ગયું છે. જોકે, આઇપીએલ બાદ પણ ક્રિકેટપ્રેમીઓને
લાંબો સમય ખાલીપો નહીં નડે. ભારતીય ક્રિકેટ ટીમ આગામી જૂનથી સપ્ટેમ્બર સુધી ૨૦થી વધુ
ટ્વેન્ટી૨૦, ૬થી વધુ વન-ડે અને ૧ ટેસ્ટ મેચમાં રમશે. આ ઉપરાંત ૧૬ ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા
ખાતે ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપનો પ્રારંભ થશે.
આઇપીએલ ૨૯ મેના
પૂરી થશે અને તેના ૧૦ દિવસ બાદ ભારત અને પ્રવાસી દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટ્વેન્ટી૨૦
શ્રેણીનો પ્રારંભ થઇ જશે. પ્રથમ ટ્વેન્ટી૨૦ ૯ જૂને દિલ્હીમાં, બીજી ટ્વેન્ટી૨૦ ૧૨ જૂને
કટકમાં, ત્રીજી ટ્વેન્ટી૨૦ ૧૪ જૂને વિશાખાપટનમમાં, ચોથી ટ્વેન્ટી૨૦ ૧૭ જૂને રાજકોટમાં
અને પાંચમી ટ્વેન્ટી૨૦ ૧૯ જૂને બેંગાલુરુમાં રમાશે. આ શ્રેણી પૂરી થવાના પાંચમાં દિવસથી
ભારતના ઇંગ્લેન્ડપ્રવાસનો પ્રારંભ થઇ જશે. ૨૪ થી ૨૭ જૂન ભારતીય ટીમ લિસેસ્ટરશાયર સામે
ચાર દિવસીય મેચમાં રમશે. ૨૬, ૨૮ જૂનના ભારત અને આયર્લેન્ડ વચ્ચે બે ટ્વેન્ટી૨૦ રમાશે.
૧ જુલાઇએ ભારતની સિનીયર ટીમ ઇંગ્લેન્ડ સામે બાકી રહેલી પાંચમી ટેસ્ટમાં રમતી હશે તો
બીજી ટીમ ડર્બિશાયર સામે ટ્વેન્ટી૨૦ વોર્મ અપ મેચમાં રમશે. ૩ જુલાઇએ ભારત અને નોર્થેમ્પટોનશાયર
વચ્ચે બીજી વોર્મ અપ ટ્વેન્ટી૨૦ છે. ૭-૯૦-૧૦ જુલાઇના ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ૩ ટ્વેન્ટી૨૦,
૧૨-૧૪-૧૭ જુલાઇના ત્રણ વન-ડે રમાશે.
આ શ્રેણી પૂરી
થયાના પાંચ દિવસ બાદ એટલે કે ૨૨ જુલાઇથી ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે જશે. ૭ ઓગસ્ટ
સુધી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પાંચ વન-ડે, ૩ ટ્વેન્ટી૨૦ રમાશે. આ પછી તુરંત જ ભારતને
ઝિમ્બાબ્વે પ્રવાસે જવાનું છે. આ કાર્યક્રમ હવે જાહેર કરવામાં આવશે. ૨૭ ઓગસ્ટથી ૧૧
સપ્ટેમ્બર સુધી એશિયા કપ ટ્વેન્ટી૨૦ રમાશે. એશિયા કપમાં કુલ ૬ ટીમ ભાગ લેવાની છે. એશિયા
કપ બાદ ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપ સુધી હાલમાં કોઇ જ કાર્યક્રમ નથી. પરંતુ બીસીસીઈઆઇ તેમાં
પણ કોઇ શ્રેણીનું આયોજન કરી દે તો નવાઇ નહીં.
આઇપીએલ બાદ ભારતનો
ક્રિકેટ કાર્યક્રમ
દક્ષિણ આફ્રિકા
સામે પાંચ ટ્વેન્ટી૨૦ (૯ થી ૧૯ જૂન)
આયર્લેન્ડ સામે
બે ટ્વેન્ટી૨૦ (૨૬, ૨૮ જૂન)
ઇંગ્લેન્ડ સામે
૧ ટેસ્ટ, ૩ વન-ડે, ૩ ટ્વેન્ટી૨૦ (૧ થી ૧૭ જુલાઇ)
વિન્ડીઝ સામે
પાંચ ટ્વેન્ટી૨૦, ૩ વન-ડે (૨૨ જુલાઇથી ૭ ઓગસ્ટ)
ઝિમ્બાબ્વે પ્રવાસ
(કાર્યક્રમ હવે જાહેર થશે.)
એશિયા કપ (૨૭
ઓગસ્ટથી ૧૧ સપ્ટેમ્બર)
ટ્વેન્ટી૨૦ વર્લ્ડકપ
(૧૬ ઓક્ટોબરથી.)

