IND vs AUS: સેમિફાઇનલ મેચ પહેલા પિચમાં મોટો ફેરબદલ, ટીમ ઈન્ડિયાને પડશે મુશ્કેલી?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમિફાઇનલ આજે રમાશે. બંને ટીમ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. જો કે આજે દુબઈની પીચ કેવી હશે? શું બેટર સરળતાથી રન બનાવશે કે બોલરો તબાહી મચાવશે? ભારત-ઑસ્ટ્રેલિયા સેમિફાઇનલ કઈ પીચ પર રમાશે? એવા ઘણા પ્રશ્ન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત-ઑસ્ટ્રેલિયા સેમિફાઇનલ નવી પીચ પર રમાશે. આ રીતે મેદાનમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ પિચ બદલાયેલી દેખાશે.
ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામે નવી પીચ પર રમશે
આ પહેલા ભારતીય ટીમ બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે અલગ-અલગ પીચ પર રમી હતી. પરંતુ જો ભારત-ઑસ્ટ્રેલિયા સેમિફાઇનલ નવી પીચ પર થાય તો પરિસ્થિતિ કેટલી બદલાશે? ક્રિકેટ નિષ્ણાતોનું કહેવું છે કે જો મેચ નવી પીચ પર રમાશે તો પિચનો મૂડ બદલાઈ જશે. આ પિચ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે જે રીતે રમી હતી તે રીતે ફરીથી રમશે નહીં. તેમજ ICCની દેખરેખ હેઠળ, એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ નવી પીચ તૈયાર કરવામાં વ્યસ્ત છે. તેમજ ઑસ્ટ્રેલિયાના મેથ્યુ સેન્ડ્રી ક્યુરેટરની ભૂમિકા ભજવી રહ્યા છે.
જો આમ થશે તો ટીમ ઈન્ડિયાને આંચકો લાગશે
ટીમ ઈન્ડિયા 4 સ્પિનરો સાથે ન્યૂઝીલેન્ડ સામે આવી હતી. તે મેચમાં વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તી પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતા. જો નવી પીચ હશે તો સ્પિનરો માટે બોલને ટર્ન કરવાનું આસાન નહીં હોય. એવામાં ભારતીય ટીમ માટે આ એક મોટો ફટકો માનવામાં આવશે, કારણ કે સ્પિન બોલિંગ ભારતીય ટીમની મજબૂત બાજુ રહી છે. આ પહેલા વરુણ ચક્રવર્તીએ ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટ ઝડપી હતી. જો પીચના સ્વભાવમાં ફેરફાર થશે તો વરુણ ચક્રવર્તીની સાથે અન્ય ભારતીય સ્પિનરો માટે પણ મુશ્કેલીઓ વધશે.