Get The App

રિંકુ સિંહે હાથ પર ચિતરાવ્યું ટેટૂ: ગુજરાત સાથે છે ખાસ કનેક્શન

Updated: Oct 5th, 2024

GS TEAM

Google News
Google News
Rinku Singh


Rinku Singh New Tattoo: ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન રિંકુ સિંહે IPL માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એક મેચમાં વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે ગુજરાત ટાઇટન્સ સામે સતત પાંચ સિક્સર ફટકારી હતી. રિંકુએ યશ દયાલની ઓવરમાં પાંચ સિક્સર ફટકારીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. તેણે બે સિક્સર કવરમાં, લોંગ ઓન પર એક સિક્સ, લોંગ ઓફમાં એક સિક્સ અને ડીપ ફાઈન લેગમાં એક સિક્સર ફટકારી હતી. રિંકુની આ ઇનિંગની ખૂબ ચર્ચા થઈ હતી. 

હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રિંકુનો વીડિયો શેર કર્યો છે. BCCIએ X પર રિંકુનો વીડિયો શેર કર્યો છે જેમાં ક્રિકેટરે પોતાના હાથમાં ટેટૂ કરાવ્યું છે. ક્રિકેટરે પોતાના હાથ પર બનાવેલા આ ટેટૂને લઇને કહ્યું કે, લોકો તેને ગોડ્સ પ્લાનના નામથી પણ ઓળખે છે. તેથી આ ટેટૂનું આની સાથે પણ કનેક્શન છે. 

ટેટૂ અંગે રિંકુએ જણાવ્યું કે, આ ટેટૂની સૌથી ખાસ વાત એ છે કે મેં જે પાંચ સિક્સર ફટકારી હતી તેને આ ટેટૂ પર દર્શાવવામાં આવ્યુ છે. 

 BCCIએ X પર રિંકુનો વીડિયો શેર કર્યો 

રિંકુએ કહ્યું, 'બધા જાણે છે કે, હું ગોડ્સ પ્લાન બોલું છું. તે ખૂબ જ પ્રખ્યાત છે, મેં તેનું ટેટૂ બનાવ્યું છે. ટેટૂમાં, ચારે તરફ સૂર્ય દોરવામાં આવે છે. આ સાથે મેં જે પાંચ સિક્સર ફટકારી હતી તેનાથી મારું જીવન બદલાઈ ગયું. લોકો મને ઓળખવા લાગ્યા. તેથી જ મેં આ ટેટૂ કરાવ્યું છે.

રિંકુ સિંહ બની રહ્યો છે ટીમ ઈન્ડિયાનો નવો ફિનિશર 

રિંકુ સિંહને અત્યાર સુધી ભારત માટે ઓછી મેચમાં રમવાની તક મળી છે. પરંતુ અત્યાર સુધી તેઓ અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે. ટીમ ઈન્ડિયા પહેલા પણ ક્રિકેટરે ઘરેલુ ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.

Tags :