Get The App

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા જાહેર, પહેલી મેચમાં જ બે દિગ્ગજ ખેલાડીઓની વાપસી

Updated: Sep 9th, 2024

GS TEAM


Google News
Google News
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા જાહેર, પહેલી મેચમાં જ બે દિગ્ગજ ખેલાડીઓની વાપસી 1 - image
Representative Image

India Squad Announced For Test Against Bangladesh: ઘરઆંગણે 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે શરૂ થનારી બે ટેસ્ટ મેચની સીરિઝની પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 16 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.

ઋષભ પંતની વાપસી

ટીમમાં વિકેટકીપર અને બેટર ઋષભ પંતની વાપસી થઈ છે. માર્ચ 2024 પછી પહેલીવાર ભારતીય ટીમ રેડ-બોલ(ટેસ્ટ) સીરિઝ રમશે. છેલ્લે રમાયેલ સીરિઝમાં ભારતે ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના નવનિયુક્ત મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે પહેલી રેડ બોલ સીરિઝ હશે.

બીજા વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલની પસંદગી

આ સીરિઝમાં ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પણ વાપસી કરી રહ્યો છે. T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ બાદ તેણે બ્રેક લીધો હતો. આ સાથે બીજા વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલને પણ પસંદ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: IND vs BAN: ટીમ ઈન્ડિયામાં 3 દિગ્ગજોને ફરી ન મળી તક, શું હવે રિટાયરમેન્ટનો જ વિકલ્પ રહ્યો?

આ ખેલાડીઓને ટીમમાં સ્થાન ન મળ્યું 

પહેલી ટેસ્ટમાં શ્રેયસ અય્યર, દેવદત્ત પડીક્ક્લ, ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડને સ્થાન મળ્યું નથી. કેએલ રાહુલનો બેટર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમની કેપ્ટનશીપ રોહિત શર્મા જ કરશે. સ્પિનર તરીકે આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવની પસંદગી કરવામાં આવી છે.

પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ 

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, અને યશ દયાલ

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા જાહેર, પહેલી મેચમાં જ બે દિગ્ગજ ખેલાડીઓની વાપસી 2 - image

Tags :