ભારત છેલ્લી 10 20-20 શ્રેણીથી અપરાજીત: હવે આવતીકાલથી ન્યૂઝીલેન્ડ સામે ટક્કર
- ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવારથી 3 મેચની 20-20 શ્રેણીનો પ્રારંભ : ભારતે ન્યૂઝીલેન્ડને ક્યારેય તેની ધરતી પર T-20માં પરાજય આપ્યો નથી
- જુલાઇ 2017 બાદ ભારતનો ૧૦માંથી 8 20-20 શ્રેણીમાં વિજય, બે શ્રેણી ડ્રો
વેલિંગ્ટન, તા. ૪
યજમાન ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં ભારતે ૪-૧થી યાદગાર વિજય મેળવ્યો છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ હવે બુધવારથી ન્યૂઝીલેન્ડ સામે ૩ મેચની ટ્વેન્ટી૨૦ શ્રેણીમાં ટકરાશે. ભારતીય ટીમ છેલ્લી ૧૦ ટ્વેન્ટી૨૦ શ્રેણીથી અપરાજીત છે.
ટ્વેન્ટી૨૦ શ્રેણીમાં ભારતનો છેલ્લે જુલાઇ ૨૦૧૭માં વેસ્ટ ઇન્ડીઝ સામે પરાજય થયો હતો. ભારતે છેલ્લી ૧૦ ટ્વેન્ટી૨૦ શ્રેણીમાંથી ૮માં વિજય મેળવ્યો છે જ્યારે બે ટ્વેન્ટી૨૦ શ્રેણી ડ્રો રહી છે. ૨૦૧૮ના વર્ષમાં ભારતે કુલ ૧૯ ટ્વેન્ટી૨૦માંથી ૧૪માં વિજય મેળવ્યો હતો જ્યારે ચારમાં પરાજય થયો હતો. ૨૦૧૬થી ૨૦૧૮ એમ છેલ્લા ૩ વર્ષમાં ભારતે ૫૩માંથી ૩૪ મુકાબલામાં વિજય અને ૧૩માં પરાજય થયો છે. આ ઉપરથી જ ભારતીય ટીમના ટ્વેન્ટી૨૦ ફોર્મેટમાં શાનદાર દેખાવનો અંદાજ આવી શકે છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ ૮ ટ્વેન્ટી૨૦
મેચ રમાઇ છે. જેમાંથી ભારતનો માત્ર બેમાં જ્યારે ન્યૂઝીલેન્ડનો ૬માં વિજય થયો છે. ન્યૂઝીલેન્ડની
ધરતીમાં ભારત-કિવિઝ વચ્ચે બે ટ્વેન્ટી૨૦ મેચ રમાઇ છે. આ બંને મુકાબલામાં ભારતનો પરાજય
થયો છે. જોકે, આ બંને મુકાબલા ૧૦ વર્ષ અગાઉ એટલે ૨૦૦૯માં ખેલાયા હતા. આમ, ભારતને ન્યૂઝીલેન્ડની
ધરતી ઉપર પ્રથમ વાર ટ્વેન્ટી૨૦ મેચ જીતી ઈતિહાસ સર્જવા તક છે.
ગપ્ટિલ ટ્વેન્ટી૨૦ શ્રેણીમાંથી આઉટ
ઘાયલ ઓપનર માર્ટિન ગપ્ટિલ ભારત સામેની ૩
ટ્વેન્ટી૨૦ મેચની શ્રેણીમાં રમી શકશે નહીં. ગપ્ટિલને સ્થાને ઓલરાઉન્ડર જેમ્સ નીશામનો
ન્યૂઝીલેન્ડની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ચોથી વન-ડે દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે
ગપ્ટિલને ઈજા થઇ હતી. નીશામે જાન્યુઆરીમાં શ્રીલંકા સામેની પ્રથમ વન-ડેમાં ૧૩ બોલમાં
૪૭ રન ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પુનરાગમન કર્યું હતું. જોકે, ત્યારબાદ
ઈજા થતાં નીશામે શ્રીલંકા સામેની એકમાત્ર ટ્વેન્ટી૨૦ મેચ અને ભારત સામેની ચાર વન-ડે
ગુમાવી હતી. ભારત સામેની પાંચમી વન-ડેમાં નીશામે ૩૩ રનમાં ૧ વિકેટ ખેરવવા ઉપરાંત ૩૨
બોલમાં ૪૪ રન ફટકાર્યા હતા.
ન્યૂઝીલેન્ડમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે
અગાઉના ટી૨૦ મુકાબલા
૨૫ ફેબુ્રઆરી ૨૦૦૯, ક્રાઇસ્ટચર્ચ : ભારત : ૨૦ ઓવરમાં ૧૬૨/૮(સુરેશ રૈના ૬૧*, બટલર ૪-૦-૨૯-૨), ન્યૂઝીલેન્ડ : ૧૮.૫ ઓવરમાં ૧૬૬/૩ (બ્રેન્ડોન મેક્કુલમ ૪૯ બોલમાં ૫૬*). ન્યૂઝીલેન્ડનો ૭ વિકેટે વિજય.
૨૭ ફેબુ્રઆરી ૨૦૦૯, વેલિંગ્ટન : ભારત : ૨૦ ઓવરમાં ૧૪૯/૬ (યુવરાજસિંહ ૩૪ બોલમાં ૫૦, ઇયાન ઓ બ્રાયન ૪-૦-૩૦-૨), ન્યૂઝીલેન્ડ : ૨૦ ઓવરમાં ૧૫૦/૫ (બ્રેન્ડોન મેક્કુલમ ૫૫ બોલમાં ૬૯*).
ભારતની છેલ્લી ૧૦ ટ્વેન્ટી૨૦ શ્રેણી
વિ. મેચ પરિણામ યજમાન વર્ષ
શ્રીલંકા ૦૧ ભારતનો ૧-૦થી વિજય શ્રીલંકા ૨૦૧૭
ઓસ્ટ્રેલિયા ૦૨ ૧-૧થી ડ્રો ભારત ૨૦૧૭
ન્યૂઝીલેન્ડ ૦૩ ભારતનો ૨-૧થી વિજય ભારત ૨૦૧૭
શ્રીલંકા ૦૩ ભારતનો ૩-૦થી વિજય ભારત ૨૦૧૭
દક્ષિણ આફ્રિકા ૦૩ ભારતનો ૨-૧થી વિજય દક્ષિણ આફ્રિકા ૨૦૧૮
ત્રિકોણીય શ્રેણી ૦૫ ભારત
ચેમ્પિયન શ્રીલંકા ૨૦૧૮
આયર્લેન્ડ ૦૨ ભારતનો ૨-૦થી વિજય આયર્લેન્ડ ૨૦૧૮
ઇંગ્લેન્ડ ૦૩ ભારતનો ૨-૧થી વિજય ઇંગ્લેન્ડ ૨૦૧૮
વિન્ડીઝ ૦૩ ભારતનો ૩-૦થી વિજય ભારત ૨૦૧૮
ઓસ્ટ્રેલિયા ૦૩ ૧-૧થી ડ્રો ઓસ્ટ્રેલિયા ૨૦૧૮
ભારત શ્રેણીમાં હારે કે જીતે
તો પણ બીજા સ્થાને રહેશે
ન્યૂઝીલેન્ડ સામે બુધવારથી શરૃ થતી ૩ મેચની
ટ્વેન્ટી૨૦ શ્રેણીમાં ભારત હારે કે જીતે તો પણ તેના રેન્કિંગ ઉપર કોઇ જ અસર નહીં પડે
અને તે બીજા સ્થાને યથાવત્ રહેેેશે. આઇસીસી ટી૨૦ રેન્કિંગમાં પાકિસ્તાન ૧૩૪ પોઇન્ટ
સાથે ટોચના, ભારત ૧૨૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ સામેની ટ્વેન્ટી૨૦ શ્રેણીમાં
ભારત ૩-૦થી હારે તો તે ૧૨૨ પોઇન્ટ સાથે બીજા સ્થાને રહેશે. બીજી તરફ ભારત ૩-૦થી વિજય
મેળવે તો તે ૧૨૯ પોઇન્ટ સાથે બીજું સ્થાન જાળવી રાખશે.
ટ્વેન્ટી૨૦ ટીમ : ભારત : રોહિત શર્મા (કેપ્ટન), ખલીલ અહેમદ, યુઝુવેન્દ્ર ચહલ, શિખર ધવન, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, હાર્દિક પંડયા, કૃણાલ પંડયા, રિષભ પંત, વિજય શંકર, શુભમન ગિલ, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ. ન્યૂઝીલેન્ડ : કેન વિલિયમસન (કેપ્ટન), ડગ બ્રેસ્વેલ, કોલિન ડી ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગપ્ટિસલ, સ્કોટ કુગ્લેન, ડેરેલ મિચેલ, કોલિન મનરો, મિચેલ સેન્ટનર, ટિમ સૈફર્ટ, ઇશ સોઢી, ટિમ સાઉથી, રોઝ ટેલર, બ્લેર ટિકનેર.
ભારત વિ. ન્યૂઝીલેન્ડ : ટી૨૦ શ્રેણીનો કાર્યક્રમ
તારીખ મેચ સ્થળ સમય
૬ ફેબુ્રઆરી પ્રથમ ટી૨૦ વેલિંગ્ટન બપોરે ૧૨ઃ૩૦
૮ ફેબુ્રઆરી બીજી ટી૨૦ ઓકલેન્ડ સવારે ૧૧ઃ૩૦
૧૦ ફેબુ્રઆરી ત્રીજી ટી૨૦ હેમિલ્ટન બપોરે ૧૨ઃ૩૦
(*ભારતીય સમય પ્રમાણે)