Get The App

'બુમરાહ રમે ત્યારે જ ભારત મેચ હારે છે', પૂર્વ ક્રિકેટરની ટિપ્પણી બાદ ફેન્સ ભડક્યા, સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
'બુમરાહ રમે ત્યારે જ ભારત મેચ હારે છે', પૂર્વ ક્રિકેટરની ટિપ્પણી બાદ ફેન્સ ભડક્યા, સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ 1 - image
image source: IANS 

David Lloyd on Jasprit Bumrah: ઈંગ્લેન્ડની સામે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં મળેલા પરાજય બાદ ભારતીય ટીમ હતાશ છે. જે ખેલાડીને ઈંગ્લેન્ડમાં સૌથી મોટો મેચ વિનર કહેવામા આવતો, તેણે બે મેચ રમી અને બંને મેચમાં ટીમ ઈન્ડિયાને હાર મળી.  જે મેચ ભારતે જીતી તેમા તે ખેલાડી નહોતો રમ્યો.આ ખેલાડી કોઈ બીજો નહીં, પણ જસપ્રીત બુમરાહ છે. આવું નિવેદન ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે આપ્યું છે. 

બુમરાહ રમશે કે નહીં?

ઈંગ્લેડના પ્રવાસ પહેલા આ વાતની પુષ્ટિ ચીફ સિલેક્ટર અને કોચે કરી હતી કે બુમરાહ આ સીરિઝમાં પાંચમાંથી 3 મેચ રમશે. ત્રણમાંથી તે બે મેચ રમી ચૂક્યો છે , હવે બાકી બે મેચમાંથી કઇ એક મેચ રમશે? આ એક સવાલ છે? ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર ડેવિડ લોયડે કહ્યું છે, કે સીરિઝ દાવ પર લાગી છે અને ટીમ ઈન્ડિયા તેના મેચ વિનર બુમરાહને ચોથી ટેસ્ટમાં રમાડશે જ, જે આવતા અઠવાડિયાથી શરૂ થશે. લોયડે એમ પણ કહ્યું કે ટીમ ઈન્ડિયા જો આ ટેસ્ટ મેચ જીતે છે તો, છેલ્લી ટેસ્ટમાં પણ બુમરાહને રમાડવા પર વિચાર કરી શકે છે.  

તેમણેકહ્યું 'ટીમના કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે બુમરાહ પાંચમાથી ત્રણ મેચ રમશે. એવામાં તેમની પાસે એક વિકલ્પ છે. હજી બે મેચ બાકી છે. બુમરાહ બે મેચ રમી ચૂકયો છે, જો ટીમ ઈન્ડિયા ગંભીરના નિર્ણય પર વિચાર કરે તો, બુમરાહને આવનારી મેચ રમવી જોઈએ. જો બુમરાહ ઓલ્ડ ટ્રેફર્ડમાં રમે છે અને ટીમ 2-2ની બરાબરી કરે છે, તો ટીમ બુમરાહને ઓવલમાં પણ રમાડશે, પણ મને લાગે છે જો ટીમ 3-1થી પાછળ રહેશે તો બુમરાહને છેલ્લી મેચ નહીં રમાડે' પણ જ્યારે એન્કરે જણાવ્યું કે ટીમ ઈન્ડિયાની જીત એકમાત્ર બુમરાહની ગેરહાજરીમાં આવી છે. બર્મિઘમ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે મળીને 16 વિકેટ લીધી હતી. તેની પર ડેવિડે જાવબ આપ્યો કે 'એવું કહેવામાં આવે છે કે જ્યારે બુમરાહ રમે છે ત્યારે ટીમ ઈન્ડિયા વધારે વાર હારે છે. જ્યારે તે નથી રમતો ત્યારે ટીમ ઈન્ડિયા મેચ જીતે છે. તે દુનિયાના સૌથી શ્રેષ્ઠ બોલરમાંથી એક છે અને તેની એક્શન પણ વિચિત્ર છે'

Tags :