વર્લ્ડકપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને અપાયું કરોડોનું ઈનામ! રકમ પુરુષો કરતાં પણ વધુ

India creates history! Wins Women’s World Cup 2025 : મહિલા વર્લ્ડકપ 2025માં ભારતીય ટીમે ટુર્નામેન્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. 52 વર્ષના મહિલા વનડે વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર ભારતીય ટીમ ટ્રોફી જીતી. ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમને 52 રનથી મ્હાત આપી. જીત બાદ ભારતીય ટીમને ઈનામ પણ આપવામાં આવ્યું છે.
મહિલા વનડે વર્લ્ડકપમાં આ વખતે વિજેતા ટીમને 39.55 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે. જે 2022ના વર્લ્ડકપ કરતાં ચાર ગણું છે. 2022ના મહિલા વનડે વર્લ્ડકપમાં વિજેતા ટીમને 11..65 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. જોકે 2025 વર્લ્ડકપ પહેલા મહિલા ટીમો માટે ઈનામની રકમમાં ભારેખમ વધારો કરવામાં આવ્યો હતો.
ખાસ વાત એ છે કે વનડે વર્લ્ડકપમાં મહિલા ટીમને પુરુષ ટીમ કરતાં પણ મોટું ઈનામ મળ્યું છે. 2023 પુરુષ વનડે વર્લ્ડકપમાં વિજેતા ટીમને 33.31 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.
કઈ ટીમને કેટલું ઈનામ? ( રૂપિયામાં )
વિજેતા : 39.55 કરોડ
ઉપવિજેતા : 19.77 કરોડ
સેમિફાઈનલમાં હારનારી ટીમો : 9.89 કરોડ
ગ્રુપ સ્ટેજ જીત : 30.29 લાખ
5મું અને છઠ્ઠુ સ્થાન : 62 લાખ
7મું અને આઠમું સ્થાન : 24.71 લાખ
તમામ ટીમો : 22 લાખ

