T20 World Cup 2026, Super Eights, India vs Zimbabwe: ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 તબક્કામાં ભારતે ટી20 વર્લ્ડ કપનો પોતાનો સર્વોચ્ચ સ્કોર નોંધાવી ઈતિહાસ રચ્યો છે. આજે ઝિમ્બાબ્વે સામેની મેચમાં ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 256 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે, જે આ વર્લ્ડકપનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બની ગયો છે. આજની મેચમાં ભારતીય બેટ્સમેનોએ 12.80ના ધમાકેદાર રન રેટથી બેટિંગ કરી છે. આ અગાઉ 23 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વે સામે જ 254 રન બનાવ્યા હતા, જે હવે બીજા ક્રમનો સર્વોચ્ચ સ્કોર છે.
ભારતે T20 વર્લ્ડ કપનો પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો, 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
આમ ટીમે વૈશ્વિક ટૂર્નામેન્ટમાં પોતાનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. આ ટૂર્નામેન્ટમાં ભારતનો અગાઉનો સૌથી મોટો સ્કોર 2007માં ઇંગ્લેન્ડ સામે ચાર વિકેટે 218 રન હતો.
T20 વર્લ્ડ કપમાં બીજો સૌથી મોટો સ્કોર
ભારતીય ટીમે પહેલીવાર T20 વર્લ્ડ કપમાં 250 રનનો આંકડો વટાવી દીધો છે. ટીમે આ વૈશ્વિક ટુર્નામેન્ટમાં અગાઉ ક્યારેય આટલા રન બનાવ્યા નહોતા. આ સ્કોર T20 વર્લ્ડ કપમાં બીજો સૌથી મોટો સ્કોર પણ છે. ભારતે ઝિમ્બાબ્વેને પાછળ છોડી દીધો, જેણે 2026માં ઝિમ્બાબ્વે સામે છ વિકેટે 254 રન બનાવ્યા હતા. શ્રીલંકાના નામે T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો સ્કોર કરવાનો રેકોર્ડ છે, જેણે 2007માં કેન્યા સામે છ વિકેટે 260 રન બનાવ્યા હતા.
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોર
- 260/6 શ્રીલંકા vs કેન્યા, જોહાનિસબર્ગ 2007
- 256/4 ભારત vs ઝિમ્બાબ્વે, ચેન્નાઈ 2026
- 254/6 વેસ્ટ ઈન્ડિઝ vs ઝિમ્બાબ્વે, વાનખેડે 2026
- 235/5 આયર્લેન્ડ vs ઓમાન, કોલંબો SSC 2026
- 230/8 ઈંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકા, વાનખેડે 2016
- 229/4 દક્ષિણ આફ્રિકા vs ઇંગ્લેન્ડ, વાનખેડે 2016

અભિષેક-હાર્દિકની બેટિંગે કર્યો કમાલ
સ્કોરની વાત કરીએ તો ભારત તરફથી અભિષેક શર્મા, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવે વિસ્ફોટ બેટિંગ કરીને ટીમનો મજબૂત સ્કોર ઉભો કર્યો છે. અભિષેકે 30 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ સાથે 55 રન નોંધાવ્યા છે. હાર્દિક પંડ્યાએ ધમાકેદાર બેટિંગ કરીને 23 બોલમાં બે ફોર અને ચાર સિક્સ સાથે અણનમ 50 રન ફટકાર્યા છે. આ ઉપરાંત સંજુ સેમસને 15 બોલમાં એક ફોર અને બે સિક્સ સાથે 24 રન, ઈશાન કિશને 24 બોલમાં ચાર ફોર અને એક સિક્સ સાથે 38 રન, સૂર્યકુમાર યાદવે 13 બોલમાં ત્રણ ફોર અને બે સિક્સ સાથે 33 રન જ્યારે તિલક વર્માએ 16 બોલમાં ત્રણ ફોર અને ચાર સિક્સ સાથે 44 રન નોંધાવ્યા છે.

• ભારતની પ્લેઈંગ ઈલેવન: સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ
• ઝિમ્બાબ્વેની પ્લેઈંગ ઈલેવન: તદિવાનાશે મારુમાની (વિકેટકીપર), બ્રાયન બેનેટ, ડીયોન માયર્સ, રયાન બર્લ, સિકંદર રઝા (કેપ્ટન), ટોની મુનયોંગા, તાશિંગા મુસેકિવા, બ્રૈડ ઈવાન્સ, ટિનોટેન્ડા માપોસા, બ્લેસિંગ મુઝારબાની, રિચર્ડ નગારવા



