Ind Vs Nz 2nd T20 : ભારતની ધમાકેદાર જીત, ન્યુઝીલેન્ડને 65 રને હરાવ્યુ
નવી દિલ્હી, તા. 20 નવેમ્બર 2022 રવિવાર
ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાની 65 રનથી ધમાકેદાર જીત થઈ છે. સૂર્યકુમાર યાદવે આ મેચમાં સદી ફટકારી અને કમાલ કરી દીધી. ત્રણ ટી-20 મેચની સિરીઝમાં ભારત 1-0થી આગળ છે.
ભારતીય ટીમે એક શાનદાર જીતની સાથે નવા સમયની શરૂઆત કરી છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમે ટી20 સિરીઝની બીજી મેચમાં ન્યુઝીલેન્ડને 65 રનના મોટા અંતરેથી હરાવી દીધુ છે.
સૂર્યકુમાર યાદવની બેટિંગે કીવી ટીમની સામે 192 રનનુ લક્ષ્ય મૂક્યુ હતુ. ન્યુઝીલેન્ડને પણ આનો જવાબ આપવા માટે જોરદાર બેટિંગ જરૂર હતી. આ માટે યુવા ઓપનર ફિન એલન પાસેથી તાબડતોડ બેટિંગની આશા હતી પરંતુ ભુવનેશ્વર કુમારે માત્ર 2 બોલમાં જ તેમને પાછા મોકલી દીધા.