Get The App

VIDEO : ભારતે પાકિસ્તાનને 7 રનથી હરાવ્યું, મેચમાં થઈ બબાલ, અભિષેક શર્મા અને PAK બોલર વચ્ચે બોલાચાલી

Updated: Oct 19th, 2024

GS TEAM


Google News
Google News
VIDEO : ભારતે પાકિસ્તાનને 7 રનથી હરાવ્યું, મેચમાં થઈ બબાલ, અભિષેક શર્મા અને PAK બોલર વચ્ચે બોલાચાલી 1 - image


India A vs Pakistan A Asia Cup Match : શનિવારે ઈન્ડિયા A અને પાકિસ્તાન A વચ્ચે રમાયેલી એશિયા કપની મેચમાં ઈન્ડિયા Aની 7 રનથી જીત થઈ છે. ઈન્ડિયા Aએ પાકિસ્તાન A સામે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા. ભારત તરફથી કેપ્ટન તિલક વર્માએ સૌથી વધુ 44 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી સુફિયાન મુકીમે સૌથી વધુ બે વિકેટ ઝડપી. સુફિયાન ટીમ માટે બીજી સૌથી સસ્તા બોલર રહ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા અને પાકિસ્તાનના બોલર સુફિયાન મુકીમ વચ્ચે ઝઘડો થયો હતો. અમ્પાયરે વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.

અભિષેક શર્માએ પ્રભસિમરન સિંહની સાથે મળીને ભારતને સારી શરૂઆત અપાવી હતી. જોકે, તેઓ 22 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. તેમણે પોતાની ઈનિંગમાં પાચ ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા. અભિષેક પાવરપ્લેની આગામી ઓવરમાં પેવેલિયન પરત ફર્યા. સુફિયાન મુકીમની ઓવરના પહેલા બોલ પર મોટો શોટ લગાવવાના પ્રયાસમાં અભિષેક કેચ આઉટ થઈ ગયો. સુફિયાને વિકેટ મળ્યા બાદ અભિષેકને પેવેલિયન જવાનો ઈશારો કર્યો, જેનાથી અભિષેક ભડકી ગયો અને પાકિસ્તાની બોલરને જવાબ આપતો નજરે પડ્યો. બંને વચ્ચે થોડો સમય બોલાચાલી થઈ, જ્યારબાદ અમ્પાયરે મામલો શાંત પાડ્યો.



Tags :