Get The App

BCCIએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારત-એ ટીમની કરી જાહેરાત, અભિમન્યુ કરશે કપ્તાની

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News

BCCIએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારત-એ ટીમની કરી જાહેરાત, અભિમન્યુ કરશે કપ્તાની 1 - image
IND vs ENG A Team Series: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની A ટીમની જાહેરાત કરી છે. કરુણ નાયરને ઘરેલુ ક્રિકેટમાં તેના ઉત્તમ પ્રદર્શન બદલ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારત A ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઇંગ્લેન્ડ લાયન્સ ટીમ સામે બે ફર્સ્ટ-ક્લાસ મેચ રમવાની છે. ભારતીય ટીમ આ પ્રવાસમાં અભિમન્યુ ઈશ્વરનની કેપ્ટનશીપ હેઠળ રમશે.

ઈન્ડિયા A ટીમઃ અભિમન્યુ ઈશ્વરન (C), યશસ્વી જયસ્વાલ, કરૂણ નાયર, ધ્રુવ જુરેલ (VC) (WK), નીતિશ કુમાર રેડ્ડી, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન (WK), માનવ સુથાર, તનુષ કોટિયન, મુકેશ કુમાર, આકાશ દીપ, હર્ષિત રાણા, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, ઋતુરાજ ગાયકવાડ, સરફરાઝ ખાન, તુષાર દેશપાંડે, હર્ષ દુબે

સીરિઝનું શેડ્યૂલ

ભારત-A ટીમ અને ઇંગ્લેન્ડ લાયન્સ વચ્ચેની આ બે મેચ કેન્ટરબરી અને નોર્થમ્પ્ટનમાં રમાશે. સીરિઝની પહેલી મેચ 30 મે થી 2 જૂન દરમિયાન કેન્ટરબરીમાં રમાશે, જ્યારે બીજી મેચ 6 થી 9 જૂન દરમિયાન નોર્થમ્પ્ટનમાં રમાશે. આ પછી ટીમ ૧૩ થી ૧૬ જૂન દરમિયાન ઇન્ટ્રા સ્ક્વોડ મેચ રમશે.

આઠ વર્ષ પછી કરુણની વાપસી

સૌથી રસપ્રદ વાત એ છે કે કરુણ નાયરને ફરી ટીમ ઇન્ડિયા માટે રમવાની તક મળી છે, તેણે છેલ્લે 2017 માં ભારત માટે ટેસ્ટ મેચ રમી હતી. ઘરેલુ ક્રિકેટમાં વિદર્ભ માટે રમતા 31 વર્ષીય કરુણે વિજય હજારે ટ્રોફીની આઠ મેચમાં પાંચ સદી સાથે 779 રન બનાવ્યા હતા. રણજી ટ્રોફીમાં કરુણે નવ મેચમાં 863 રન બનાવ્યા હતા. આમ ઘરેલુ ક્રિકેટમાં કરુણના ઉત્તમ પ્રદર્શન બદલ તેને A ટીમમાં સામેલ કરાયો છે.


Tags :