ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો! ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત
IND vs WI Test Series: એશિયા કપ પછી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝ રમાશે.ગુરુવારે BCCIએ આ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત પણ કરી દીધી છે. વેસ્ટ ઇન્ડિઝ ટીમે પણ પહેલા જ તેમની ટીમની જાહેરાત કરી હતી. સીરિઝ શરૂ થવામાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય રહ્યો છે. એ પહેલા જ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શમાર જોસેફ ઈજાના કારણે બહાર થઈ ગયો હોવાથી ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
ઈજાના કારણે બહાર થયો શમાર જોસેફ
ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝે સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા તેની માહિતી આપી હતી. બોર્ડે રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી દીધી છે.બોર્ડે જાણકારી આપી હતી કે શમાર જોસેફ ઇજાગ્રસ્ત હોવાથી તે ટીમથી બહાર થયો છે. બોર્ડે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ સામેની ઓડીઆઇ અને T-20 મેચ પહેલા તેની ફિટનેસની તપાસ કરાશે.
જોસેફના સ્થાને કોણ રમશે?
જણાવી દઈએ ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝ બોર્ડે ઇજાગ્રસ્ત શમાર જોસેફના સ્થાને જોહાન લેને સ્થાન અપાયું છે. જોહાન લે એ વેસ્ટ ઈન્ડિઝ માટે હજી સુધી આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કર્યું નથી. 22 વર્ષીય ઓલરાઉન્ડર જોહાને 19 ફર્સ્ટક્લાસ મેચોમાં 32 ઇનિંગમાં 495 રન બનાવ્યા છે અને 66 વિકેટ લીધી છે. ફર્સ્ટક્લાસમાં તેની એવરેજ 19.03ની છે. એવી સંભાવના છે કે જોહાન ભારત સામેની ટેસ્ટ સીરિઝમાં ડેબ્યૂ કરી શકે છે.
બે ટેસ્ટ મેચની યાદી
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 2 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝ માટે જાહેર થયેલી ટીમમાં ઘણા ફેરફારો થયા છે: જેમાં રવીન્દ્ર જાડેજાને વાઇસ-કેપ્ટન બનાવાયો છે, દેવદત્ત પડિક્કલની વાપસી થઈ છે અને કરુણ નાયરને બહાર કરવામાં આવ્યો છે, જેનું ઇંગ્લેન્ડ પ્રવાસમાં પ્રદર્શન નબળું રહ્યું હતું. અક્ષર પટેલની વાપસીની શક્યતા છે, જ્યારે નીતિશ રેડ્ડીના સમાવેશ અંગે અનિશ્ચિતતા છે.