પાકિસ્તાન બાદ ભારતે વેસ્ટ ઇન્ડિઝને પણ હરાવ્યું, છ વિકેટે જીતી મેચ
વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે 119 રનનો ટાર્ગેટ આપ્યો
મહિલા ટી20 વર્લ્ડ કપ 2023માં ભારતે શાનદાર શરૂઆત કરી છે. તેણે પ્રથમ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયાની બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ સાથે રમાઈ રહી છે.
- ભારતનો સ્કોર : 18.1 ઓવરમાં 119/4
- ભારતનો સ્કોર : 15 ઓવરમાં 98/3
- ભારતનો સ્કોર : 10 ઓવરમાં 64 /3
- ભારતનો સ્કોર : 5 ઓવરમાં 32 /2
- વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર: 20 ઓવરમાં 118/6
- વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર: 15 ઓવરમાં 82/4
- વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર: 10 ઓવરમાં 53/1
- વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર: 05 ઓવરમાં 27/1
ભારતીય ટીમને લાગ્યો ચોથો ઝટકો કેપ્ટન હરમનપ્રીત કૌર આઉટ, હવે જીતવા માટે 13 બોલમાં 4 રનની જરૂર છે.
ભારતની ધમાકેદાર ઓપનર શેફાલી વર્મા આઉટ થઇ છે. ભારતે મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી. તેણીએ 23 બોલમાં 28 રન કર્યા હતા. શેફાલીએ આ ઇનિંગમાં 5 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. હવે રિચા હરમનપ્રીત સાથે બેટિંગ કરી રહી છે.
પાકિસ્તાન સામેની મેચમાં જીત અપાવનાર જેમિમા રોડ્રિગ્સ સસ્તામાં આઉટ. ભારતીય ટીમને લાગ્યો બીજી ઝટકો.
ભારતીય ટીમને લાગ્યો પહેલો ઝટકો પ્રથમ વિકેટમાં સ્મૃતિ મંધાના આઉટ થઇ છે. 7 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 10 રન કરી આઉટ થઈ હતી.
આજના મેચમાં દીપ્તિ શર્માએ રચ્યો ઈતિહાસ
T20 ઈન્ટરનેશનલમાં 100 વિકેટ લેનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે.
વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે 119 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી દીપ્તિ શર્માએ 3 વિકેટ લીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝની ચોથી વિકેટ પડી. હેનરી 2 રન બનાવીને પેવેલિયન પરત ફરી છે. સ્મૃતિ મંધાના અને રિચા ઘોષે તેને રન આઉટ કરી હતી.
ભારતને મળી પ્રથમ સફળતા વેસ્ટ ઈન્ડિઝ ઓપનર હેલી મેથ્યુસ આઉટ થઇ ગયા છે.
વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમે પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કર્યો છે.
ભારતીય મહિલા ટીમ (પ્લેઇંગ ઇલેવન): સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (C), રિચા ઘોષ (WK), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ
વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ (પ્લેઈંગ ઈલેવન): હેલી મેથ્યુઝ (C), સ્ટેફની ટેલર, શેમાઈન કેમ્પબેલ, શબિકા ગજ્નબી, ચીનલે હેનરી, ચેડીયન નેશન, અફી ફ્લેચર, શામિલિયા કોનેલ, રશાદા વિલિયમ્સ (WK), કરિશ્મા રામહારેક, શકીરા સેલમેન