શુભમન બીજી ટેસ્ટમાં ટોસ જીતતાં જ ગંભીર-બુમરાહનું રિએક્શન વાઈરલ, જુઓ શું થયું હતું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs WI: ભારતીય કેપ્ટન શુભમન ગિલે આખરે ટોસ હારવાનો સિલસિલો તોડી નાખ્યો છે. જૂન-જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેને પહેલી વાર ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી હતી. ભારતે આ પ્રવાસમાં પાંચ ટેસ્ટ રમી હતી અને દરેક મેચમાં ગિલે ટોસ હાર્યો હતો. ત્યારબાદ ભારતે ઓક્ટોબરમાં અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરેલુ સિઝનની શરૂઆત કરી. એવી આશા હતી કે ગિલનું નસીબ સમય સાથે બદલાશે અને સિક્કો તેના ખોળામાં પડશે, પરંતુ તે પહેલી ટેસ્ટમાં પણ ટોસ હારી ગયો. સતત છ મેચમાં ટોસ હાર્યા બાદ આખરે ગિલનું નસીબ ચમક્યું અને ગિલે બીજી ટેસ્ટમાં ટોસ જીતી લીધો.
ગંભીર અને જસપ્રીત બુમરાહનું રિએક્શન વાઈરલ
હવે બીજી ટેસ્ટમાં શુભમન ગિલ ટોસ જીતતાં હેડ કોચ ગૌતમ ગંભીર અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું રિએક્શન વાઈરલ રહ્યું છે.
શુભમન ગિલે ટોસ જીતતાં જ તેની પાછળ ઉભેલા ખેલાડીઓ ખૂબ જ ખુશ થઈ ગયા. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વીડિયોમાં ગિલ ટોસ જીત્યા પછી પાછળ ફરીને જોઈ રહ્યો છે. ત્યારે ગૌતમ ગંભીર અને જસપ્રીત બુમરાહ તેની સામે જોઈને હસી રહ્યા છે. ત્યારબાદ અન્ય ખેલાડીઓ તેની મસ્તી કરતા નજર આવી રહ્યા છે.
શુભમન ગિલે પોતાની સાતમી ટેસ્ટમાં ટોસ જીતીને શરમજનક રેકોર્ડને ખુદના નામે થતાં બચાવી લીધો છે. ટોસ જીત્યા પહેલા કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ બેવન કોન્ગડનના નામે છે, જેમણે સાત મેચ પછી ટોસ જીત્યો હતો. ગિલ ટૉમ લેથમ સાથે યાદીમાં બીજા સ્થાન પર છે.
ટોસ જીતવા પહેલા કેપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ
7 બેવન કોન્ગડન
6 ટૉમ લેથમ
6 શુભમન ગિલ
શુભમન ગિલે ટોસ દરમિયાન કહ્યું કે, 'અમે પહેલા બેટિંગ કરીશું, પહેલા દિવસે બેટિંગ માટે વિકેટ સારી લાગી રહી છે. અમારા માટે સુસંગતતા મહત્વપૂર્ણ છે. દરેક મેચમાં અમારા પ્રદર્શનનું પુનરાવર્તન કરવું અને સમાન ભાવના જાળવી રાખવી એ એવી બાબત છે જેના વિશે અમેણે ઘણીવાર વાત કરીએ છીએ અને અમે આ ટેસ્ટ મેચમાં પણ તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.' કેપ્ટન બનવા પર પર તેણે કહ્યું કે, 'સાચું કહું તો, કંઈ વધારેનહીં. હું હજુ પણ એ જ વ્યક્તિ છું, પરંતુ હવે મારી પાસે ચોક્કસપણે વધુ જવાબદારીઓ છે. પરંતુ મને જવાબદારી પસંદ અને મારું ભવિષ્ય ખૂબ જ રોમાંચક છે (તમામ ફોર્મેટમાં આગળ વધવાનું). અમારી ટીમ એ જ છે.'








