Sports

લખનઉમાં ધુમ્મસના કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ રદ, આગામી મુકાબલો અમદાવાદમાં

By GS TEAM
17 Dec 20252 mins read
TukuTouch Logo
આજે(17 ડિસેમ્બર) ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચોની T20 સીરિઝની ચોથી મેચ રમાવાની હતી. પરંતુ લખનઉમાં ગાઢ ધુમ્મસના કારણે આજની મેચ રદ કરવામાં આવી છે. ટોસનો સમય 6:30 વાગ્યાનો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

લખનઉમાં ધુમ્મસના કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ રદ, આગામી મુકાબલો અમદાવાદમાં

IND vs SA 4th T20: આજે(17 ડિસેમ્બર) ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચોની T20 સીરિઝની ચોથી મેચ રમાવાની હતી. પરંતુ લખનઉમાં ગાઢ ધુમ્મસના કારણે આ મેચ રદ કરવામાં આવી છે. ટોસનો સમય 6:30 વાગ્યાનો હતો. પરંતુ સતત વધી રહેલા ધુમ્મસના કારણે ત્રણ કલાક સુધી એટલે 9:30 સુધી રાહ જોવામાં આવી. ત્યાં સુધી ધુમ્મસ ના ઘટતા મેચ રદ કરવી પડી હતી. જેના કારણે ફેન્સ નિરાશ થઈને પરત ફર્યા છે. સીરિઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે. હવે અમદાવાદમાં 19 ડિસેમ્બરે સીરિઝની નિર્ણાયક મેચ રમાશે.


ચાર વખત કરાયું પિચનું નિરીક્ષણ

ભારત અને દક્ષિણ આફ્રિકાની ચોથી T20 મેચ સમય પર શરૂ ન થઈ શકી. આ મેચનો ટોસ 6:30 વાગ્યે થવાનો હતો, પરંતુ ધુમ્મસ વધુ પ્રમાણમાં હોવાના કારણે મેચનો ટોસ ન થઈ શક્યો અને પિચ ઢાંકેલી રખાઈ હતી. કુલ ચાર વખત નિરીક્ષણ કરાયું છે, જેમાં 8:00 વાગ્યે, 8:30 વાગ્યે, 9:00 અને 9:25 વાગ્યે નિરીક્ષણ કરાયું હતું.


હેડ ટૂ હેડમાં કોણ દમદાર?

T20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધી ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો 34 વાર ટકરાશે. આ દરમિયાન 20 મેચોમાં ટીમ ઈન્ડિયાએ જીત હાંસલ કરી છે. ત્યારે 13 મેચ દક્ષિણ આફ્રિકાએ જીતી છે. એક મેચનું પરિણામ નથી આવ્યું. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી 9 T20 મેચોમાં 7 વખત ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. આમ ટીમ ઈન્ડિયાનું પાસુ ભારે જોવા મળી રહ્યું છે. 


અક્ષર પટેલ બહાર, બુમરાહ પર સસ્પેન્સ

અક્ષર પટેલ બીમારીના કારણે સીરિઝથી બહાર થયા બાદ ભારતે શાહબાઝ અહમદને ટીમમાં સામેલ કર્યો છે, જેને લઈને કુલદીપ યાદવને સતત મોકા મળવાનો રસ્તો ખુલી શકે છે. ગત મેચમાં અંગત કારણોથી જસપ્રીત બુમરાહ બહાર થયો હતો. જોકે આગામી મેચમાં તેના રમાવાને લઈને સસ્પેન્સ છે.


બંને ટીમોની સંભવિત પ્લેઈંગ 11

ભારત (સંભવિત પ્લેઈંગ 11): અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવુમ દુબે, જિતેશ શર્મા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી.

દક્ષિણ આફ્રિકા (સંભવિત પ્લેઈંગ 11): રીઝા હેન્ડ્રિક્સ, ક્વિન્ટન ડી કોક, એડન માર્કરમ, ડેવાલ્ડ બ્રેવિસ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડોનોવન ફરેરા, માર્કો જાનસેન, કોર્બિન બૉશ, એનરિક નોર્કિયા, લુંગી એનગિડી, ઓટનીલ બાર્ટમેન.