Get The App

ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ્દ થઈ તો શું થશે? આ છે એશિયા કપનો નિયમ

એશિયા કપ 2023માં ભારત- પાકિસ્તાનની ટીમોનો આગામી તારીખ 2 સપ્ટેમ્બરના રોજ મુકાબલો થશે.

2 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકાના કેંડી શહેરમાં વરસાદ થવાની સંભાવના રહેલી છે.

Updated: Sep 1st, 2023

GS TEAM


Google News
Google News
ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ્દ થઈ તો શું થશે? આ છે એશિયા કપનો નિયમ 1 - image
Image Twitter 

તા. 1 સપ્ટેમ્બર 2023, શુક્રવાર 

એશિયા કપ 2023માં ભારત- પાકિસ્તાનની ટીમોનો આગામી તારીખ 2 સપ્ટેમ્બરના રોજ મુકાબલો થશે. આ મેચ કેંડીના પલ્લેકલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે બપોરે 3 વાગે રમાશે. પરંતુ આ મેચ પર વરસાદનો મોટો ખતરો મંડાઈ રહ્યો છે. એવામાં જો આ મુકાબલો વરસાદના કારણે રદ્દ થાય તો શું થાય આવો તમને જણાવીએ. 

IND vs PAK મેચ રદ્દ થાય તો શું થશે ?

એક રિપોર્ટ પ્રમાણે શનિવાર 2 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકાના કેંડી શહેરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે કેંડી શહેરમાં 2 સપ્ટેમ્બરના રોજ 70 ટકા વરસાદ થવાની સંભાવના દાખવવામાં આવી છે. જેના કારણે એવું લાગી રહ્યુ છે કે મેચ નહી રમાય. અને જો મેચ ન રમાય તો બન્ને ટીમો વચ્ચે પોઈન્ટની વહેંચણી  કરવામાં આવશે, કારણ કે આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. તો પોઈન્ટ વહેચવા પર પાકિસ્તાનની ટીમ સીધી સુપર 4માં પોતાની જગ્યા બનાવી લેશે.

પલ્લેકેલેમાં બંને ટીમોના આંકડા

પલ્લેકમ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ટીમને ઘણો રાસ આવે છે. ટીમ ઈન્ડિયા આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 3 વનડે ઈન્ટરનેશનલ મેચ રમી ચુક્યા છે અને ત્રણેય મેચો જીતી છે. તો ભારત અને પાકિસ્તાન આ ગ્રાઉન્ડ પર પહેલીવાર મુકાબલો કરી રહ્યા છે. બીજી બાજુ પાકિસ્તાનની ટીમે પલ્લેકલમાં અત્યાર સુધી 5 વનડે ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાથી તેને 2 માં જીત મળી હતી જ્યારે 3 મુકાબલામાં હાર મળી હતી. 

એશિયા કપ 2023 માટે ભારતીય ટીમના ખેલાડીઓ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મો. સિરાજ, પ્રખ્યાત કૃષ્ણની પસંદગી કરવામાં આવી છે જ્યારે સંજુ સેમસનને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે રાખવામાં આવ્યો છે. 

Tags :