| ફોટો સોર્સ: BCCI |
IND Vs NZ LIVE Update: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં બીજી ટી20 મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 208 રન બનાવ્યા હતા, કેપ્ટન મિચેલ સેન્ટનરે અણનમ 47 રન તો રચિન રવીન્દ્રએ 26 બોલમાં 44 રન ફટકાર્યા હતા, અર્શદીપ સિંહે મોંઘો સાબિત થયો હતો તેને 4 ઓવરમાં 53 રન અપાવ્યા હતા, એક પણ વિકેટ મળી ન હતી, બીજી તરફ કુલદીપ યાદવે 2 વિકેટ ખેરવી હતી. તો હાર્દિક પંડયા, વરુણ અને હર્ષિત રાણાએ એક-એક વિકેટ ઝડપી હતી.
ઈશાન કિશને 32 બોલમાં 76 રન ફટકાર્યા
209 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ટીમ ઈન્ડિયા અભિષેક શર્મા અને સંજૂ સેમસનની જોડી ઉતરી હતી પણ બંને ઓપનર બેટ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. અભિષેક શર્મા ઝીરો અને સંજૂ સેમસન 6 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ ઈશાન કિશને ધમાકેદાર ઈનિંગ રમી હતી, વિસ્ફોટક ચોગ્ગા છગ્ગાની મદદથી માત્ર 21 બોલમાં જ ફિફ્ટી ફટકારી હતી. પણ ઈશ સોઢીના બોલ પર મેટ હેનરીએ કેચ ઝડપી લેતા ઈશાન કિશનની શાનદાર ઈનિંગનો અંત આવ્યો હતો, ઈશને 32 બોલમાં 76 રન (11 ચોગ્ગા, 4 છગ્ગા) બનાવી ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. બાદમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેએ મોરચો સંભાળ્યો હતો.
NZ 208/6(20), IND 209/3(15.2)
સૂર્યકુમાર યાદવ ઘણા દિવસ બાદ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. 37 બોલમાં 82 રનની બનાવી ભારતની જીતની રાહ સરળ કરી દીધી હતી. બીજા છેડે શિવમ દુબેએ મોરચો સંભાળ્યો હતો. જેને 18 બોલમાં 36 રન ફટકાર્યા હતા. ભારતે ન્યૂઝીલેન્ડ સામે બીજી મેચ સાત વિકેટથી જીતી લીધી હતી. મેચના હીરો ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ રહ્યા હતા, ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની ટી20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે કુલ પાંચ T20I
ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસ દરમિયાન T20I શ્રેણી હેઠળ કુલ પાંચ મેચ રમાવાની છે. આ પાંચ મેચોમાંથી ભારતે પ્રથમ મેચ 48 રનથી અને બીજી મેચ સાત વિકેટથી જીતી લીધી છે. હવે ત્રીજી મેચ 25 જાન્યુઆરીએ, ચોથી મેચ 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમમાં અને શ્રેણીની અંતિમ મેચ 31 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે. આ તમામ મેચો રાત્રે 7:00 વાગ્યે શરૂ થશે અને ભારત તથા ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી આ પાંચ મેચોની રોમાંચક શ્રેણી માટે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND)
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, હર્ષિત રાણા. કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અને વરુણ ચક્રવર્તી
ન્યૂઝીલેન્ડ (NZ)
મિચેલ સેન્ટનર (કેપ્ટન), ટિમ સેફર્ટ, ડેવોન કોનવે (વિકેટકીપર), રચિન રવીન્દ્ર, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, જેક ફોલ્ક્સ, મેટ હેનરી, ઈશ સોઢી અને જેકબ ડફી


