Asia Cup 2023: આજે ભારત-નેપાળ વચ્ચે ટક્કર, ટીમ ઇન્ડિયા સામે 'કરો યા મરો'ની સ્થિતિ
આજની મેચમાં ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમનો ભાગ નહી હોય
Image:Twitter |
એશિયા કપ 2023ની પાંચમી મેચ આજે ભારત અને નેપાળ વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3:00 વાગ્યે શ્રીલંકાના પલ્લેકલે સ્ટેડિયમ ખાતે રમાશે. આ ગ્રુપ સ્ટેજમાં બ ભારત માટે બીજી મેચ હશે. ભારતીય ટીમે એશિયા કપ અભિયાનનો પ્રારંભ પાકિસ્તાન સામે કર્યો હતો. પાકિસ્તાન સામે રમાયેલી મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. મેચ રદ્દ થવાના કારણે બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાન ટીમ 3 પોઈન્ટ સાથે સુપર-4 રાઉન્ડ માટે ક્વાલિફાય કરી ચુકી છે. હવે ભારતીય ટીમની નજર પણ આજની મેચ જીતી સુપર-4 માટે ક્વાલિફાય કરવા પર રહેશે.
પાકિસ્તાને નેપાળને 238 રને હરાવ્યું હતું
નેપાળ સામે રમાનાર મેચમાં ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમનો ભાગ નહી હોય. બુમરાહ અંગત કારણોસર મુંબઈ પરત ફર્યો હતો. હવે આવી સ્થિતિમાં બુમરાહના સ્થાને ભારતના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને નેપાળ સામે રમવાની તક મળી શકે છે. નેપાળની ટીમને પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાને 238 રને હરાવ્યું હતું. હવે નેપાળ ટીમનો લક્ષ્ય આજની મેચમાં ભારતને પડકાર આપવાનો રહેશે.
હાર્દિક અને ઇશાને લગાવી હતી ડૂબતી નૈયા પાર
નેપાળની ટીમે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં કારમી હારનો સમ્નોઈ કરવો પડ્યો હતો. ત્યાં જ આગલી મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરોએ ભારતીય ટીમના ટોપ ઓર્ડરને સસ્તામાં પવેલિયન ભેગા કર્યા હતા. પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમનો સ્કોર એક સમયે 66 રન પર 4 વિકેટ હતો, પરંતુ ત્યારબાદ ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમની ડૂબતી નૈયા સંભાળી હતી. જો કે વરસાદના કરને તે મેચ રદ્દ થઇ હતી. હવે નેપાળ વિરુદ્ધ ભારતીય ટોપ ઓર્ડરનું કેવું પ્રદર્શન કરે છે તે જોવા જેવું રહેશે.
બંને ટીમોની સ્કોડ
ભારત
રોહિત શર્મા (C), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, સંજુ સેમસન (રિઝર્વ પ્લેયર)
નેપાળ
રોહિત પોડૈલ (C), કુશલ ભુર્તેલ, આસિફ શેખ, ભીમ શર્કી, કુશલ મલ્લા, આરિફ શેખ, દીપેન્દ્ર સિંહ એરી, ગુલશન ઝા, સોમપાલ કામી, કરણ કેસી, સંદીપ લામિચાને, લલિત રાજબંશી, પ્રતિશ જીસી, મૌસમ ઢકાલ, સંદીપ જોરા, કિશોર મહતો, અર્જુન સાઉદ