Get The App

IND vs ENG: બુમરાહ કે જાડેજા નહીં, ઈંગ્લેન્ડ સામે ભારતનો આ બોલર સાબિત થશે એક્સ ફેક્ટર!

Updated: Jun 9th, 2025

GS TEAM

Google News
Google News
IND vs ENG: બુમરાહ કે જાડેજા નહીં, ઈંગ્લેન્ડ સામે ભારતનો આ બોલર સાબિત થશે એક્સ ફેક્ટર! 1 - image

India vs England Test Series 2025: શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કરી રહી છે. ટીમ ઇન્ડિયા માટે 5 મેચની ટેસ્ટ સીરિઝ પડકારજનક રહેશે, કારણ કે ટીમમાં ઘણા યુવા પ્લેયર્સ છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને આર. અશ્વિનની ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ આ ભારતની પ્રથમ સીરિઝ છે. સીરિઝ શરૂ થાય તે પહેલાં ઓસ્ટ્રેલિયન દિગ્ગજ મૈથ્યુ હેડને મોટો દાવો કર્યો છે અને જણાવ્યું છે કે કયો ભારતીય બોલર આ પ્રવાસમાં એક્સ ફેક્ટર સાબિત થશે.

એક દાયકાથી પણ વધુ સમય પછી એવું બની રહ્યું છે જ્યારે ભારતીય ટેસ્ટ ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી કે આર. અશ્વિનમાંથી કોઈ પણ નથી. શુભમન ગિલ કેપ્ટન છે અને રિષભ પંત વાઈસ-કેપ્ટન છે. ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ તો ઘણા સિનિયર ખેલાડીઓ છે. ચાહકો કરુણ નાયરનું પ્રદર્શન જોવા માટે ઉત્સુક છે, જેણે ઘરેલું ક્રિકેટમાં ઉત્તમ પ્રદર્શનના આધારે વર્ષો પછી ટીમમાં સ્થાન મેળવ્યું છે. તે ઈંગ્લેન્ડ સામે ભારત માટે સૌથી મોટી ટેસ્ટ ઈનિંગ્સ (303) રમનાર બેટ્સમેન પણ છે.

આ બોલર એક્સ ફેક્ટર સાબિત થશે

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મૈથ્યુ હેડને દાવો કર્યો છે કે, કુલદીપ યાદવ ઈંગ્લેન્ડ પ્રવાસ પર એક્સ ફેક્ટર સાબિત થશે. તેણે એમ પણ કહ્યું કે, આ સીરિઝમાં ભારતીય ટીમની મુશ્કેલ પરીક્ષા પણ થશે. અમે પહેલા પણ ચર્ચા કરી હતી કે, કુલદીપ યાદવ જેવો કોઈ બોલર ભારત માટે 20 વિકેટ લેનાર મહત્ત્તવપૂર્ણ બોલર બની શકે છે. 

આ પણ વાંચો: મુંબઈમાં લોકલ ટ્રેનમાં 5 મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, ઓટોમેટિક દરવાજા લગાવવાનો નિર્ણય

કુલદીપના ટેસ્ટ પ્રદર્શનની વાત કરીએ તો તે 13 મેચ રમ્યો છે, જેમાં 24 ઈનિંગમાં 56 વિકેટ ઝડપી છે. ઈંગ્લેન્ડ સામે તે આ પેહલા 6 ટેસ્ટ રમી ચૂક્યો છે, જેમાં 11 ઈનિંગમાં તેણે 21 વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા

શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ. 

ઈન્ડિયા vs ઈંગ્લેન્ડ ટેસ્ટ શેડ્યૂલ

સીરિઝની પાંચેય મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યે શરૂ થશે

20-24 જૂન (હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ)

2-6 જુલાઈ (એજબેસ્ટન સ્ટેડિયમ)

10-14 જુલાઈ (લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ)

23-27 જુલાઈ (ઓલ્ડ ટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ)

31 જુલાઈ-4 ઓગસ્ટ (ધ ઓવલ)