Sports

VIDEO : રિષભ પંત મુશ્કેલીમાં ફસાયો! અમ્પાયરે વાત ન માની તો ગુસ્સામાં ફેંક્યો બોલ, હવે થઈ શકે છે સજા

By GS TEAM
22 Jun 20252 mins read
TukuTouch Logo
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં રિષભ પંત એમ્પાયર્સ પર ભડક્યો હોવાના મામલો સામે આવ્યો છે. પંતે ત્રીજા દિવસની રમતના પ્રથમ સેશનમાં બોલ બદલવાની રિક્વેસ્ટ કરી હતી, જેનો એમ્પાયર્સે ઈન્કાર કરતા પંત ગુસ્સો થયો હતો. બોલનો શેપ બગડવાના કારણે ટીમના પેસર્સ પરેશાન હતા. સૌપ્રથમ જસપ્રીત બુમરાહ એમ્પાયર પાસે ગયો હતો અને બોલ બદલવાની વિનંતી કર્યા બાદ એમ્પાયર્સે ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ શુભમન ગિલ એમ્પાયર્સ પાસે ગયો હતો. જોકે એમ્પાયર્સે બંનેની વિનંતી ઠુકરાવતા ઉપ-કપ્તાન પંતે પ્રયાસ કર્યો હતો. જોકે તેનો કોઈ ફાયદો ન થતા પંતને ગુસ્સો આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિાયમાં વાયરલ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : રિષભ પંત મુશ્કેલીમાં ફસાયો! અમ્પાયરે વાત ન માની તો ગુસ્સામાં ફેંક્યો બોલ, હવે થઈ શકે છે સજા

IND Vs ENG Test Match : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં રિષભ પંત એમ્પાયર્સ પર ભડક્યો હોવાના મામલો સામે આવ્યો છે. પંતે ત્રીજા દિવસની રમતના પ્રથમ સેશનમાં બોલ બદલવાની રિક્વેસ્ટ કરી હતી, જેનો એમ્પાયર્સે ઈન્કાર કરતા પંત ગુસ્સો થયો હતો. બોલનો શેપ બગડવાના કારણે ટીમના પેસર્સ પરેશાન હતા. સૌપ્રથમ જસપ્રીત બુમરાહ એમ્પાયર પાસે ગયો હતો અને બોલ બદલવાની વિનંતી કર્યા બાદ એમ્પાયર્સે ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ શુભમન ગિલ એમ્પાયર્સ પાસે ગયો હતો. જોકે એમ્પાયર્સે બંનેની વિનંતી ઠુકરાવતા ઉપ-કપ્તાન પંતે પ્રયાસ કર્યો હતો. જોકે તેનો કોઈ ફાયદો ન થતા પંતને ગુસ્સો આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિાયમાં વાયરલ થઈ રહ્યો છે.

એમ્પાયર્સે વિનંતી ઠુકરાવતા પંત અકળાયો

પંતે વિનંતી કર્યા બાદ એમ્પાયર્સ બોલની તપાસ કરી હતી. આ દરમિયાન તેમણે બોલને ગોઝમાંથી કાઢતા બોલ અટકી ગયો હતો, પછી થોડો ફરાવ્યો તો ગોઝમાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ તેમણે બોલ બદલવાનો ઈન્કાર કરી દીધો હતો. પછી પંત અકળાયો હતો અને તેણે ગુસ્સામાં આવી બૉલ પાછળ ઉભેલા બૉલર મોહમ્મદ સિરાજ તરફ ફેંકી દીધો હતો. આ ઘટના જોનારા સ્ટેડિયમના દર્શકો બુમાબુમ કરવા લાગ્યા હતા. પછી જ્યારે રિપ્લેય જોવામાં આવ્યું તો તેમાં પંત ગુસ્સામાં બોલ સિરાજ તરફ ફેંકતો જોવા મળ્યો હતો. જે મેચ રેફરીએ જરૂર જોઈ હશે.

બોલ બદલાનો નિયમ

આ મામલે કૉમેન્ટ્રી કરી રહ્યા રવિ શાસ્ત્રીએ કહ્યું કે, પાંચ ઓવર પછી 74મી ઓવરમાં અમ્પાયરોએ આખરે બોલ બદલવાની વિનંતી સ્વીકારી છે. ટેસ્ટ મેચમાં 80 ઓવર બાદ જ નવો બોલ આપવામાં આવે છે. આ પહેલા જો બોલ ખરાબ થઈ જાય તો પહેલા ઉપયોગ કરાયેલા બોલને વિકલ્પ તરીકે પસંદ કરી શકાય છે. બોલ બદલ્યા બાદ પહેલા સેશનમાં માત્ર ત્રણ ઓવર વધુ ફેંકાઈ હતી. ટીમ ઈન્ડિયાને આમાં કોઈ સફળતા મળી ન હતી.