IND vs ENG: શુભમન ગિલ પર કેમ ભડક્યો આર. અશ્વિન? મેચ વિનર ખેલાડીને નજરઅંદાજ કરવાનો આરોપ
INDIA VS ENGLAND TEST MATCH: ટીમ ઈન્ડિયાએ લીડ્સના હેડિંગ્લેમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટથી હારનો સામનો કર્યો છે. ભારતીય બેટર્સે આકર્ષક પર્ફોર્મન્સ આપ્યું હોવા છતાં બોલિંગમાં ચૂક તથા ખરાબ ફિલ્ડિંગના કારણે ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. શાર્દુલ ઠાકુરને બોલિંગમાં મોડેથી પીચ પર ઉતારવાના નિર્ણય પર ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને પણ સવાલો ઉઠાવ્યા હતા.
ભારતે પહેલી ઇનિંગમાં 471 રન બનાવ્યા હતા અને મજબૂત સ્થિતિમાં હતું. પરંતુ છેલ્લી ઓવરમાં નિરાશાજનક ફિલ્ડિંગ અને બોલિંગના કારણે ઈંગ્લેન્ડે મેચ જીતી લીધી હતી. કેપ્ટન શુભમન ગિલે ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગની 40મી ઓવર સુધી શાર્દુલ ઠાકુરને બોલિંગ આપી ન હતી. જેથી જો રૂટ અને અન્ય બેટ્સમેન પીચ પર સેટ થઈ ગયા હતા. આ નિર્ણયની અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર ટીકા કરી હતી.
જાણો અશ્વિને શું કહ્યું
અશ્વિને કહ્યું કે, 'તમે શાર્દુલ ઠાકુરને ટીમમાં લીધો છે, પરંતુ જો રૂટ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને પહેલી 40 ઓવરમાં બોલિંગ કેમ ન આપી. રૂટ સામે શાર્દુલનો રેકોર્ડ સારો છે. શાર્દુલ ઠાકુર મેચ જીતાડનારો ખેલાડી છે. તેણે બેન ડકેટ અને હેરી બ્રુકને આઉટ કર્યા છે. પરંતુ જો તમે તેનો યોગ્ય સમયે ઉપયોગ નહીં કરો તો તે શું કરશે? જો તેને બોલિંગ નહીં મળે તો તેની પસંદગીનો શું મતબલ?"
આ પણ વાંચોઃ વિવાદિત અમ્પાયરિંગ સામે અવાજ ઊઠાવનાર વેસ્ટ ઈન્ડિઝના કોચને ICCએ ફટકાર્યો મોટો દંડ
બીજી ઇનિંગમાં, શાર્દુલને 19મી ઓવરમાં બોલિંગ માટે લાવવામાં આવ્યો હતો, પરંતુ તેણે ફક્ત 10 ઓવરમાં બે વિકેટ લીધી હતી, પરંતુ ઘણા માને છે કે તે વિકેટ નસીબ પર આધારિત હતી. અશ્વિને કહ્યું કે વાસ્તવિક મુદ્દો એ છે કે ભારત સંભવિત વિકેટ લેનારનો યોગ્ય રીતે ઉપયોગ કરી રહ્યું નથી.
અજિંક્ય રહાણે અને આકાશ ચોપરાએ પણ પ્રશ્નો ઉઠાવ્યા
ભૂતપૂર્વ વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ આ મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે શાર્દુલનો ઉપયોગ નવા બોલર તરીકે પહેલાં જ કરવો પડતો હતો. આકાશ ચોપરાએ હેડ કોચ ગૌતમ ગંભીરની રણનીતિ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.