IND vs ENG: અકરમનો રેકોર્ડ તોડી નં.1 બન્યો બુમરાહ, ઈંગ્લેન્ડ સામેની મેચમાં રચ્યો ઈતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs ENG : ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટના બીજા દિવસે પ્રથમ ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. બીજા દિવસની રમતના અંત સુધીમાં બુમરાહે ત્રણ વિકેટ ઝડપી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનો પહેલી ઈનિંગ 471 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડની શરૂઆત સારી નહોતી અને જસપ્રીત બુમરાહે જેક ક્રોલીને સસ્તામાં આઉટ કર્યો હતો. ભારતના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંના એક રવીન્દ્ર જાડેજાએ 15 રનના સ્કોર પર બેન ડકેટનો કેચ છોડી દીધો હતો, જેનો ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. ક્રોલી ઉપરાંત બુમરાહે ડકેટ અને જો રૂટને પણ આઉટ કર્યા હતા.
બુમરાહે વસીમ અકરમનો રેકોર્ડ તોડ્યો
લીડ્સમાં બુમરાહનો જાદુ જોવા મળ્યો હતો અને આ સાથે તેણે એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. બુમરાહ સાત દેશોમાં એટલે કે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વિકેટ લેનાર એશિયન બોલર બની ગયો છે. તેણે આ મામલે ભૂતપૂર્વ પાકિસ્તાની બોલર વસીમ અકરમને પાછળ છોડી દીધો છે. બુમરાહ હવે સાત દેશોમાં 147 વિકેટ લઈ ચૂક્યો છે, જ્યારે અકરમે આ દેશોમાં 146 વિકેટ લીધી છે. તે જ સમયે, ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલે 141 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે અને ઝડપી બોલર ઇશાંત શર્મા 130 વિકેટ સાથે યાદીમાં ચોથા સ્થાને છે.
સૌથી વધુ વિકેટ લેનારા એશિયન બોલરો
- જસપ્રીત બુમરાહ - 147
- વસીમ અકરમ - 146
- અનિલ કુંબલે - 141
- ઈશાંત શર્મા - 130
- મોહમ્મદ શમી - 123









