IND vs ENG: કેપ્ટન ગિલ પહેલી ટેસ્ટમાં નાપાસ! લીડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 5 વિકેટથી હરાવ્યું
India vs England Day 5 Leeds Test 2025: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝના પહેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 5 વિકેટથી હરાવ્યું છે. ભારતના 371 રનના ટાર્ગેટને ઇંગ્લેન્ડે બેન ડકેટ અને ક્રાઉલી બાદ રૂટની શાનદાર ઇનિંગના દમ પર સરળતાથી ચેઝ કરી લીધો છે. ભારતની બેટિંગ મજબૂત રહી હતી, જોકે બોલરો નિષ્ફળ જતા પ્રથમ ટેસ્ટ ગુમાવવી પડી છે. અંતે 5 મેચોની સીરિઝમાં યજમાન ટીમ હવે 1-0થી આગળ છે.
જણાવી દઈએ કે, ભારતીય ટીમે ઇંગ્લેન્ડની સામે 371 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. મુકાબલામાં ભારતની પહેલી ઇનિંગ 471 અને ઇંગ્લેન્ડની પહેલી ઈનિંગ 467 પર સમેટાઈ હતી. એટલે પહેલી ઇનિંગના આધાર પર ભારતીય ટીમને 6 રનની લીડ મળી હતી. પછી ભારતે પોતાની બીજી ઇનિંગમાં 364 રન બનાવ્યા. ત્યાર બાદ ઇંગ્લેન્ડની સામે 371 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેને ઇંગ્લેન્ડે ચેજ કરી લીધો છે. ડકેટે 149 રન બનાવ્યા અને ક્રાઉલીએ 65 રન બનાવ્યા. જ્યારે રૂટે પણ 53 રન ફટકાર્યા હતા.
ઇંગ્લેન્ડની બીજી ઇનિંગનું સ્કોર કાર્ડ (373/5, 82 ઓવર)
ભારતની બીજી ઇનિંગનું સ્કોર કાર્ડ (364/10, 96 ઓવર)
ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગનું સ્કોર કાર્ડ (465/10, 100.4 ઓવર)
ભારતની પહેલી ઇનિંગનું સ્કોર કાર્ડ (471/10, 113 ઓવર)