Get The App

IND vs ENG: ઇંગ્લેન્ડ સામે યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી, ટેસ્ટ કરિયરની છઠ્ઠી સેન્ચુરી

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
IND vs ENG: ઇંગ્લેન્ડ સામે યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી, ટેસ્ટ કરિયરની છઠ્ઠી સેન્ચુરી 1 - image
Image Source: IANS

India vs England 5th Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની છેલ્લી ટેસ્ટ મેચ લંડનના ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મુકાબલાનો આજે (2 ઓગસ્ટ) બીજો દિવસ છે. ભારતીય ટીમ પોતાની બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહી છે. ત્યારે ઓવલમાં ભારતીય સ્ટાર બેટર યશસ્વી જાયસવાલે શાનદાર સદી ફટકારી છે, જે તેની છઠ્ઠી ટેસ્ટ સદી છે.

યશસ્વીએ ઇંગ્લેન્ડમાં ફટકારી બીજી સદી

યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં પોતાના પરિવારની સામે શાનદાર સદી ફટકારી છે. આ અગાઉ તેમણે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ લીડ્સ ટેસ્ટ મેચમાં 101 રનની ઇનિંગ રમી હતી. તેમણે 127 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની સદી બનાવી. ઇંગ્લેન્ડ સામે તેમની આ ચોથી સદી છે, જ્યારે ટેસ્ટ કરિયરમાં તેમણે પોતાની છઠ્ઠી સદી પૂર્ણ કરી. તેમની આ શાનદાર સદીની મદદથી ટીમ ઈન્ડિયા અંતિમ ટેસ્ટ મેચમાં મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે.

ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી

ટીમ ઈન્ડિયાના ઓપનર યશસ્વી જયસ્વાલે ઓવલ ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી ફટકારી. જેમાં ચાર સદી તેમણે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ જ ફટકારી છે. આ સિવાય તેમણે એક સદી ઓસ્ટ્રેલિયા અને એક સદી વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ફટકારી છે. ઓવલ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં માત્ર 2 રન પર આઉટ થયા બાદ યશસ્વી જયસ્વાલે બીજી જબરદસ્ત રીતે વાપસી કરી અને શાનદાર ઇનિંગ રમી.

આ અગાઉ તેમણે લીડ્સ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 101 રન બનાવ્યા હતા. આ સિવાય તેમણે એજબેસ્ટન અને માનચેસ્ટરમાં અડધી સદીની ઇનિંગ રમી હતી. યશસ્વીએ એજબેસ્ટન ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 87 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેમણે માનચેસ્ટર ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 58 રનોની ઇનિંગ રમી હતી. આ ટેસ્ટ સીરિઝમાં તેઓ બે વખત ડક પર આઉટ થયા છે.

ઇંગ્લેન્ડમાં સચિન અને વિરાટને પાછળ છોડ્યા

યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ 2000 રન પૂર્ણ કરવાના મામલે મહાન બેટર સચિન તેંડુલકર અને ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટર વિરાટ કોહલીને પાછળ છોડી દીધા હતા. જયસ્વાલે એજબેસ્ટન ટેસ્ટ મેચ દરમિયાન પોતાના 2000 રન પૂર્ણ કર્યા હતા. આ ઉપલબ્ધિ તેમણે ટેસ્ટ ક્રિકેટની 40મી ઇનિંગમાં પૂર્ણ કરી હતી.

આ સાથે જ તેઓ ભારત તરફથી સૌથી ઓછી ઇનિંગમાં 2000 રન પૂર્ણ કરનારા સંયુક્ત રીતે પહેલા બેટર બની ગયા હતા. આ અગાઉ પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ અને પૂર્વ બેટર વીરેન્દ્ર સહેવાગે આટલી જ ઇનિંગ્સમાં ટેસ્ટ ક્રિકેટમાં 2000 રન પૂરા કર્યા હતા.

કેપ્ટન શુભમન ગિલ આઉટ

લંચ બાદ પહેલા જ બોલ પર ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ 11 રનના સ્કોર પર આઉટ થઈ ગયો. જે ભારતની ચોથી વિકટ પડી હતી.

બંને દેશોની પ્લેઈંગ 11

ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ(કેપ્ટન), ધ્રુવ જુરેલ(વિકેટકીપર), કરૂણ નાયર, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અંશુલ કંબોજ, પ્રસિધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજ.

ઇંગ્લેન્ડ: જૈક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ(કેપ્ટન), જો રૂપ(વા.કેપ્ટન), હૈરી બ્રુક, જેમી સ્મિથ(વિકેટકીપર), જૈકબ બેથેલ, ક્રિસ વોક્સ, ગસ એટકિંસન, જેમી ઓવરટન અને જોશ ટંગ.

Tags :