Get The App

IND vs ENG: જયસ્વાલ અને ગિલ બાદ ઋષભ પંતે પણ ફટકારી શાનદાર સદી, શુભમન આઉટ

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News

IND vs ENG: જયસ્વાલ અને ગિલ બાદ ઋષભ પંતે પણ ફટકારી શાનદાર સદી, શુભમન આઉટ 1 - image

India vs England Day 2 Leeds Test 2025: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો 20 જૂન (શુક્રવાર)થી લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ પર રમાઈ રહ્યો છે. આજે (21 જૂન) આ મુકાબલાનો બીજો દિવસ છે. ઋષભ પંત સદી ફટકારી છે. પંતની ટેસ્ટ કરિયરની સાતમી સદી છે. જ્યારે શુભમન ગિલ 227 બોલમાં 147 રન બનાવીને આઉટ થયો છે. ગિલ આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 4 વિકેટ પર 430 રન છે.

ઋષભ પંતની રેકોર્ડતોડ સદી

ઋષભ પંતે સિક્સર સાથે ધમાકેદાર સદી ફટકારી છે. પંતે 146 બોલમાં 100 રન બનાવ્યા છે. તેમણે સદી સુધી પહોંચવા માટે 146 બોલ રમી, જેમાં 10 ફોર અને 4 સિક્સર સામેલ છે. આ સાથે પંતે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. પંત ટેસ્ટ ક્રિકેટમાં 7 સદી ફટકારનારો પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ તેમની ચોથી ટેસ્ટ સદી છે.

પંતની આ સદી તેમને વિદેશની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ સદી લગાવનારા વિકેટકીપર બેટરની યાદીમાં સંયુક્ત રીતે ત્રીજા નંબરે લાવી છે.  તેમની આ ઇનિંગ ન માત્ર ભારતીય ફેન્સ માટે ગૌરવની ક્ષણ છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેમના આત્મવિશ્વાસનું પણ પ્રમાણ છે. લીડ્સની પિચ પર ઇંગ્લેન્ડના બોલરોની સામે પંતે પોતાના આક્રામક શૈલીને યથાવત્ રાખી. તેમની ઈનિંગમાં તેજ તર્રાર શોટ્સ અને સમજદારીથી રમત રમવાનું શાનદાર મિશ્રણ જોવા મળ્યું. 


વિકેટકીપર તરીકે સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય ખેલાડીઓનું લિસ્ટ: 

  • રિષભ પંત- 7 
  • મહેન્દ્ર સિંહ ધોની- 6 
  • રિદ્ધિમાન સાહા- 3 

શુભમનના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી

જણાવી દઈએ કે, ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો આ પહેલો મુકાબલો છે. તેવામાં તેમની આ સદી યાદગાર રહેશે. શુભમન પૂર્વ કપ્તાન વિરાટ કોહલીની નિવૃત્તને લઈને પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યા હતા. ટેસ્ટના પહેલા જ દિવસે શુભમને સદી ફટકારી હતી.

યશસ્વી જયસ્વાલની સદી

શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. યશસ્વી 158 બોલમાં 101 રન ફટાકર્યા છે. જેમાં 1 સિક્સર અને 16 ફોર સામેલ છે. યશસ્વીના ટેસ્ટ કરિયરની આ 5મી સદી રહી છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ જયસ્વાલની આ છઠ્ઠી મેચ છે.


ડેબ્યૂ ઈનિંગમાં માત્ર 4 બોલ રમી શક્યો સાઈ સુદર્શન, શૂન્ય પર આઉટ

સુદર્શનને ટેસ્ટ કેપ ચેતેશ્વર પુજારાએ સોંપી. સુદર્શન ભારત તરફથી ટેસ્ટ રમનારા 317માં ખેલાડી છે. જોકે, 23 વર્ષીય સાઇ સુદર્શન પોતાની ડેબ્યૂ ઇનિંગમાં કંઈ ખાસ કમાલ ન કરી શક્યો. સાઇએ માત્ર 4 બોલ રમ્યા અને શૂન્ય પર આઉટ થયો. સુદર્શને લેગ-સ્ટમ્પના બોલ પર ફ્લિક શોટ રમવાનો પ્રયાસ કર્યો. શોટનું ટાઈમિંગ બરાબર ન રહ્યું અને બોલ સાઈડમાંથી પસાર સ્મિથની જમણી તરફ ગઈ, જ્યાં તેમણે કેચ પકડી લીધો.

Tags :