IND vs ENG: કરુણ નાયરની 8 વર્ષ બાદ ટીમમાં વાપસી, સાઇ સુદર્શનનું ડેબ્યૂ, જાણો પ્લેઈંગ 11
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND VS ENG TEST MATCH: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝનો પ્રથમ મુકાબલો આજે લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરૂ થઈ ચૂક્યો છે. આ મુકાબલામાં ભારતીય ટીમ ટૉસ હારી છે. ઈંગ્લેન્ડે બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકેની કારકિર્દી શરૂ કરનારા શુભમન ગીલે પોતાનો પ્રથમ ટૉસ હાર્યો છે. આ મેચમાં કરૂણ નાયરને આઠ વર્ષ બાદ રમવાની તક મળી છે. જ્યારે સાઈસુદર્શનની આ ડેબ્યૂ ટેસ્ટ મેચ છે.
સુદર્શને આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ તરફથી આકર્ષક બેટિંગ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તેણે 15 મેચમાં 54.21ની એવરેજમાં 759 રન ફટકારી ઓરેન્જ કેપ હાંસલ કરી હતી. 23 વર્ષની વયે ટેસ્ટ રમનારો સુદર્શન 317માં ખેલાડી છે. સુદર્શનને ચેતેશ્વર પુજારાની ટેસ્ટ કેપ સોંપવામાં આવી છે. પુજારા આ મેચમાં કોમેન્ટ્રી કરી રહ્યા છે.
કરૂણ નાયરની આઠ વર્ષ બાદ એન્ટ્રી
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં અનુભવી બેટર કરૂણ નાયર અને શાર્દૂલ ઠાકુરની એન્ટ્રી થઈ છે. જેમાં કરૂણ નાયર આઠ વર્ષ બાદ ભારત માટે રમવા મેદાનમાં ઉતર્યા છે. કરૂણે છેલ્લે માર્ચ, 2017માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચ રમી હતી. ત્યારબાદ તે તકની રાહ જોઈ રહ્યો હતો. કરૂણે 2016માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ મોહાલીમાં રમાયેલી ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. જો કે, ત્યારબાદ કરૂણને ખૂબ ઓછી તક મળી છે. શાર્દૂલ પણ ઘણા મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યા છે. શાર્દૂલે છેલ્લે ડિસેમ્બર, 2023માં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચ રમી હતી.
શુભમન ગિલે ટૉસ હાર્યા બાદ શું કહ્યું
શુભમન ગિલે ટૉસ હાર્યા બાદ નિવેદન આપ્યું કે, અમે પહેલાં પણ બોલિંગ કરી છે. પ્રથમ સેશનમાં થોડી અડચણ નડી શકે છે. પરંતુ બાદમાં બેટિંગ કરવી યોગ્ય રહેશે. અમે તૈયાર છીએ. બેકેનહેમમાં પ્રેક્ટિસ મેચ પણ રમી છે. સાઈસુદર્શનનો ડેબ્યૂ થયો છે. કરૂણની પણ વાપસી થઈ છે.
લીડ્સ ટેસ્ટ માટે પ્લેઈંગ 11 ટીમ
ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11: જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટ કીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.
ભારતની પ્લેઈંગ 11 ટીમઃ કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈસુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ કેપ્ટન-વિકેટ કીપર), કરૂણ નાયર, રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા.








