Get The App

રોહિતની સદી-વિરાટની અર્ધસદી, ઓસ્ટ્રેલિયન બોલર્સ લાચાર, ત્રીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની 9 વિકેટે જીત

Updated: Oct 25th, 2025

GS TEAM

Google News
Google News
રોહિતની સદી-વિરાટની અર્ધસદી, ઓસ્ટ્રેલિયન બોલર્સ લાચાર, ત્રીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની 9 વિકેટે જીત 1 - image


Ind vs Aus 3rd ODI News : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ, ભારતીય ટીમના નામે એક નિરાશાજનક રેકોર્ડ પણ જોડાઈ ગયો છે. ટીમ ઈન્ડિયા સતત 18મી વનડે મેચમાં ટોસ હારી છે, જેનો સિલસિલો 2023ના વર્લ્ડ કપ ફાઈનલથી શરૂ થયો હતો. બીજી બાજુ પહેલી બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 236 રનનું લક્ષ્ય આપ્યું હતું જેની સામે રોહિત અને વિરાટને શાનદાર બેટિંગ કરતાં 1 જ વિકેટના નુકસાને લક્ષ્ય પાર પાડ્યું હતું. 

રોહિત-વિરાટની શાનદાર બેટિંગ 

વિરાટ અને રોહિત શર્માએ શાનદાર રીતે ફોર્મમાં પાછા ફરતાં ઓસ્ટ્રેલિયન બોલર્સને ધૂળ ચટાડી દીધી. 1 જ વિકેટના નુકસાન પર ટીમ ઈન્ડિયાએ 237 રનનું લક્ષ્ય આસાનીથી પાર પાડ્યું હતું. જેમાં કોહલીએ 74 રન તો રોહિત શર્માએ 121 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ વન ડેની શ્રેણીનો 2-1થી પરાજય સાથે અંત આણ્યો હતો. 

રોહિત શર્માએ બનાવ્યો રેકોર્ડ 

રોહિત શર્મા વન ડેમાં હવે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ સદી ફટકારનારો પ્રથમ વિદેશી ખેલાડી બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ 6 સદી (33 ઈનિંગ) ફટકારી છે. જ્યારે 5 સદી (32 ઈનિંગ) સાથે વિરાટ કોહલી બીજા અને 5 સદી સાથે કુમાર સંગાકારા(49 ઈનિંગ) ત્રીજા ક્રમે છે. 

રોહિત શર્માની સદી પૂર્ણ 

રોહિત શર્માએ શાનદાર ફોર્મ જાળવી રાખતા ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી જ વન-ડેમાં સદી ફટકારી દીધી છે. જ્યારે સામે છોડે કોહલી પણ ફોર્મમાં પાછો ફરતા 59 રને રમી રહ્યો છે. 

રોહિત-કોહલી ફોર્મમાં પાછા ફર્યા 

રોહિત શર્માએ દમદાર બેટિંગ બતાવતા, કોહલી પણ પાછો ફોર્મમાં આવી ગયો છે. બંનેએ 183 રનના સ્કોર સુધી ટીમ ઈન્ડિયાને પહોંચાડી દીધી છે. ઓસ્ટ્રેલિયન બોલર્સ લાચાર દેખાઈ રહ્યા છે. હાલમાં કોહલી 53 તો રોહિત શર્મા 91 રન બનાવીને રમતમાં છે જે સદીની નજીક પહોંચી ચૂક્યો છે. 

ટીમ ઈન્ડિયાના 100 રન પૂરાં, કોહલી-રોહિત જામ્યા 

ઓસ્ટ્રેલિયા બોલર હવે ટીમ ઈન્ડિયા સામે લાચાર જણાઈ રહ્યા છે. રોહિત અને કોહલીની જોડી પિચ પર જામી ગઈ છે અને ટીમ ઈન્ડિયાનો સ્કોર 102/1 થઈ ગયો છે. 

ટીમ ઈન્ડિયાની ધમાકેદાર બેટિંગ, 1 વિકેટે 70 રન પૂરાં 

રોહિત શર્માએ જોરદાર બેટિંગ કરતા ચોગ્ગાનો કર્યો વરસાદ, 32 રને રમતમાં, સામા છેડે વિરાટ કોહલી મેદાને. 1 રન બનાવી ખાતુ ખોલ્યું. શુભમન ગિલ 24 રન બનાવીને આઉટ થયો. તેણે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 

રોહિતની સદી-વિરાટની અર્ધસદી, ઓસ્ટ્રેલિયન બોલર્સ લાચાર, ત્રીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની 9 વિકેટે જીત 2 - image

ઓસ્ટ્રેલિયા 236 રનમાં ઓલઆઉટ, હર્ષિત રાણા ચમક્યો 

ઓસ્ટ્રેલિયા 236 રનમાં ઓલઆઉટ થઈ ગઇ છે. હર્ષિત રાણાએ કુલ 4 વિકેટો ઝડપી હતી. 

ઓસ્ટ્રેલિયાની નવમી વિકેટ પડી 

હર્ષિત રાણાએ ત્રીજી તો પ્રસિદ્ધ કૃષ્ણાએ પહેલી વિકેટ ઝડપી, ઓસ્ટ્રેલિયા સ્કોર 236-9

બેક ટુ બેક બે વિકેટ પડી ઓસ્ટ્રેલિયાની 

કુલદીપ યાદવે મિચેલ સ્ટાર્કને બોલ્ડ માર્યો, ઓસ્ટ્રેલિયાની 200 રને સાતમી વિકેટ પડી, એના પહેલા હર્ષિત રાણાએ મિશેલ ઓવેનને 1 રને ચાલતો કરી દેતા ઓસ્ટ્રેલિયાનો છઠ્ઠો ઝટકો આપ્યો હતો.

વોશિંગ્ટન સુંદરને બીજી સફળતા

ઓસ્ટ્રેલિયા વતી મજબૂત બેટિંગ કરી રહેલા રેનશોને વોશિંગ્ટન સુંદરે ફિરકીના જાળમાં ફસાવીને એલબીડબ્લ્યૂ આઉટ કરી દીધો હતો. આ સાથે રેન શો 56 રન કરી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 195 સુધી પહોંચાડી આઉટ થયો હતો. 

હર્ષિત રાણાએ કેરીનો કર્યો શિકાર, શ્રેયસ અય્યરે ઝડપ્યો શાનદાર કેચ, ઓસ્ટ્રેલિયાનો સ્કોર 183/4

ભારતને લાંબા સમય બાદથી ચોથી સફળતા મળી. હર્ષિત રાણાએ સેટ બેટર કેરીને આઉટ કર્યો. હર્ષિત રાણાની બોલિંગમાં કેરીએ શ્રેયસ અય્યરને થમાવ્યો હતો. 

વોશિંગ્ટન સુંદરે ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો

ઓસ્ટ્રેલિયા ટીમ ઈન્ડિયાના સ્પિન આક્રમણના જાળમાં ફસાતું દેખાઈ રહ્યું છે. અક્ષર પટેલ બાદ વોશિંગ્ટન સુંદરે મેથ્યૂ શોર્ટને કોહલીના હાથમાં કેચ થમાવી આઉટ કરાવ્યો હતો. મેથ્યૂ શોર્ટ 30 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં મેટ રેનશો અને એલેક્સ કેરી ક્રિઝ પર છે. 

અક્ષરે મિશેલ માર્શને બોલ્ડ માર્યો 

અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો આપ્યો, મિચેલ માર્શ 41 રન બનાવી આઉટ, અક્ષર પટેલે બોલ્ડ માર્યો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર - 92/2, ક્રીઝ પર મેથ્યૂ શોર્ટ (11*), મેટ રેનશો (3*) રમતમાં

ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા, સ્કોર 61/1

સિરાજે કર્યો હેડનો શિકાર, પ્રસિદ્ધ કૃષ્ણાએ કર્યો કેચ. 29 રન બનાવી આઉટ થયો ટ્રેવિસ હેડ. વિકેટ પડ્યા બાદ મેથ્યૂ શોર્ટ મેદાને. હાલમાં ક્રીઝ પર મેથ્યૂ શોર્ટ અને મિશેલ માર્શ. 

ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ પિચ પર જામ્યા 

ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ પિચ પર જામી ગયા છે. હાલમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 54-0, ટ્રેવિસ હેડ 24 અને મિશેલ માર્શ 24 રન બનાવીને રમતમાં. 

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલી બેટિંગ લીધી 

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલી બેટિંગ લેતા ક્લિનસ્વિપના ઈરાદે મજબૂત બેટિંગની શરૂઆત કરી દીધી છે. 4 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર વિના વિકેટે 22 રન પર પહોંચી ગયો છે. હાલમાં ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ રમતમાં છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વિકેટની તલાશમાં છે. 

ટીમમાં બે ફેરફાર, નીતીશ રેડ્ડી ઈજાગ્રસ્ત 

આજની મેચ માટે ભારતીય ટીમમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પ્લેઇંગ ઇલેવનમાં કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાન મળ્યું છે, જ્યારે અર્શદીપ સિંહ અને નીતીશ કુમાર રેડ્ડીને બહાર રાખવામાં આવ્યા છે. BCCIએ સ્પષ્ટતા કરી છે કે ઓલરાઉન્ડર નીતીશ રેડ્ડીને ખરાબ ફોર્મને કારણે નહીં, પરંતુ ઈજાને કારણે બહાર બેસવું પડ્યું છે.

BCCIએ આપી અપડેટ 

BCCI દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, નીતીશ રેડ્ડીને એડિલેડમાં રમાયેલી બીજી વનડે દરમિયાન ડાબા પગની જાંઘમાં (લેફ્ટ ક્વાડ્રિસેપ્સ) ઈજા થઈ હતી. આ કારણે તે આજની મેચ માટે ઉપલબ્ધ નથી અને BCCIની મેડિકલ ટીમ તેની સ્થિતિ પર નજર રાખી રહી છે. નીતીશની ઈજા ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે, કારણ કે વનડે શ્રેણી બાદ ઓસ્ટ્રેલિયા સામે ૫ મેચોની T20I શ્રેણી પણ રમાવાની છે, અને નીતીશ તે ટીમનો પણ હિસ્સો છે. આ શ્રેણી ૨૯ ઓક્ટોબરથી શરૂ થશે, ત્યારે તે ફિટ થશે કે નહીં તે જોવું રહ્યું.

બંને ટીમોની પ્લેઇંગ-11:

ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

ઓસ્ટ્રેલિયા: મિચેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મેથ્યુ શોર્ટ, મેટ રેનશો, એલેક્સ કેરી (વિકેટકીપર), કૂપર કોનોલી, મિચેલ ઓવેન, નાથન એલિસ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

Tags :