Get The App

ઓસ્ટ્રેલિયા સામે ફક્ત 10 રન બનાવતાં જ રોહિત શર્મા રચશે ઈતિહાસ, કોહલી-સચિન પણ ન કરી શક્યા

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
ઓસ્ટ્રેલિયા સામે ફક્ત 10 રન બનાવતાં જ રોહિત શર્મા રચશે ઈતિહાસ, કોહલી-સચિન પણ ન કરી શક્યા 1 - image


IND vs AUS:  19 ઓક્ટોબરથી ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ શરૂ થઈ રહ્યો છે. જ્યાં ભારતીય ટીમે ત્રણ મેચોની વન-ડે સીરિઝ અને પાંચ મેચોની T20 સીરિઝ રમવાની છે. આ પ્રવાસની ખાસ વાત એ છે આમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ રહી છે, જેઓ લગભગ સાત મહિના પછી વાદળી જર્સીમાં જોવા મળશે. પરંતુ મેદાનમાં ઉતરતાની સાથે જ રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને જ એક ખાસ સિદ્ધિ પણ હાંસલ કરશે.

એક હજારી ક્લબમાં સામેલ થશે 

ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયાની જ ધરતી પર સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો, આ લિસ્ટમાં રોહિત શર્માનું નામ સૌથી ઉપર છે. તે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીથી પણ આગળ છે. રોહિતે અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયામાં સામે ઓસ્ટ્રેલિયા સામે 19 મેચમાં 990 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 171નો રહ્યો છે. રોહિતે 74 ચોગ્ગા અને 29 છગ્ગા પણ ફટકાર્યા છે. રોહિતની એવરેજ પણ 58થી વધુની છે. આ દરમિયાન રોહિતે ચાર સદી અને બે અડધી સદી ફટકારી છે.

જો રોહિત ત્રણ મેચની આ સીરિઝમાં 10 રન બનાવશે, તો તે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓસ્ટ્રેલિયા સામે 1000 રન બનાવનાર પ્રથમ ભારતીય બની જશે.

કોહલી પણ રચી શકે છે ઈતિહાસ

બીજી તરફ વિરાટ કોહલીની વાત કરીએ તો કોહલીએ ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે 18 ઈનિંગ્સમાં 802 રન બનાવ્યા છે. આનો અર્થ એ થયો કે ત્રણ મેચમાં હજાર રનનો આંકડો પાર કરવા માટે કોહલીને 198 રન બનાવવા પડશે. કોહલીએ અત્યાર સુધી ત્રણ સદી અને ચાર અડધી સદી ફટકારી છે. આ યાદીમાં ત્રીજા સ્થાને સચિન તેંડુલકર છે, જેમણે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે 25 ઈનિંગ્સમાં 740 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. ચોથા સ્થાને એમએસ ધોનીનું નામ આવે છે, જેમણે 20 ઈનિંગ્સ અને પાંચ અડધી સદી ફટકારી છે.

ઓસ્ટ્રેલિયામાં રોહિત શર્માના આંકડા

ઓસ્ટ્રેલિયામાં રોહિત શર્માના ઓવરઓલ વન-ડે રેકોર્ડ પર નજર કરીએ તો ભારતીય દિગ્ગજે ત્યાં કુલ 30 વન-ડે રમી છે. આ દરમિયાન રોહિતે કુલ 1328 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 4 અડધી સદી પણ સામેલ છે. ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે રોહિતનો સૌથી વધુ સ્કોર 12 જાન્યુઆરી 2016ના રોજ અણનમ 171 રન હતો. આ ઈનિંગમાં રોહિતે 7 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિતની છેલ્લી સદી 2019માં આવી હતી. 2019માં જ રોહિતે ઓસ્ટ્રેલિયામાં છેલ્લી વન-ડે પણ રમી હતી.

વિરાટ કોહલીના આંકડા પર નજર કરીએ

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં કુલ 29 વનડે રમી છે, આ દરમિયાન તેણે 1327 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 133 અણનમ છે, જે 2012માં આવ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયામાં પાંચ સદી અને છ અડધી સદી ફટકારી છે. કોહલીએ ઓસ્ટ્રેલિયામાં છેલ્લી વન-ડે 2020માં રમી હતી, જેમાં તેણે તે ઈનિંગ્સમાં 63 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: રોહિત અને ગંભીર વચ્ચે 'મતભેદ'? ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા અંગે હિટમેનના નિવેદનથી ચર્ચા છંછેડાઈ

ટીમ ઇન્ડિયાની વન-ડે ટીમ: શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસનો વન-ડે શેડ્યૂલ

પહેલી વન-ડે - 19 ઓક્ટોબર, પર્થ

બીજી વન-ડે - 23 ઓક્ટોબર, એડિલેડ

ત્રીજી વન-ડે - 25 ઓક્ટોબર, સિડની

Tags :