Get The App

IND vs AUS: બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા 1100 દિવસ બાદ આ ખેલાડીની ટીમમાં એન્ટ્રી, છ વર્ષમાં માત્ર ત્રણ ટેસ્ટ રમ્યો

Updated: Dec 20th, 2024

GS TEAM


Google News
Google News
IND vs AUS: બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા 1100 દિવસ બાદ આ ખેલાડીની ટીમમાં એન્ટ્રી, છ વર્ષમાં માત્ર ત્રણ ટેસ્ટ રમ્યો 1 - image
image : instagram

IND vs AUS, Jhye Richardson : ભારત અને ઓસ્ટ્રેલિયા આગામી ચોથી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને અચાનક છ વર્ષમાં ત્રણ ટેસ્ટ રમનારા બોલરની યાદ આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી બે મેચો માટે બોલર ઝાય રિચર્ડસનને ટીમમાં સામેલ કર્યો છે. શુક્રવારે ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન અને સિડની ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. જેમાં નાથન મેકસ્વીનીને ટીમની બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને 19 વર્ષીય ઓપનર સેમ કોન્સ્ટાસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય સીન એબોટ અને બ્યુ વેબસ્ટરને પણ ટીમમાં સ્થાન અપાયું છે.

ત્રણ વર્ષ પછી ટેસ્ટ ટીમમાં વાપસી

ભારત સામેની છેલ્લી બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં સૌથી આશ્ચર્યજનક નામ રિચર્ડસનનું હતું. 28 વર્ષીય ઝડપી બોલર લગભગ ત્રણ વર્ષ (લગભગ 1100 દિવસ) પછી ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. તેણે લગભગ 1101 દિવસ પહેલા એટલે કે 16 ડિસેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયા માટે છેલ્લી ટેસ્ટ રમી હતી. નેશનલ સિલેક્શન પેનલના ચીફ જ્યોર્જ બેઈલી કયું હતું કે, જોશ હેઝલવુડની ગેરહાજરીમાં રિચર્ડસન ઝડપી બોલિંગનો વિકલ્પ પૂરો પાડશે.

માત્ર ત્રણ ટેસ્ટ મેચ જ રમી છે રિચર્ડસને 

વર્ષ 2019માં રિચર્ડસને બ્રિસ્બેનમાં શ્રીલંકા સામે ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યુ પછી તેણે અત્યાર સુધીમાં માત્ર ત્રણ ટેસ્ટ મેચ જ રમી છે. ત્યારથી તે ઓસ્ટ્રેલિયન ટીમની બહાર છે. રિચર્ડસનના નામે ત્રણ ટેસ્ટમાં કુલ 11 વિકેટ છે તે લાંબા સમયથી ઈજાથી પીડાઈ રહ્યો હતો. ફિટનેસની સમસ્યાને કારણે તે ટીમની બહાર રહ્યો હતો. તેણે તેની કારકિર્દીની બીજી ટેસ્ટ ફેબ્રુઆરી 2019માં શ્રીલંકા સામે અને પછી ડિસેમ્બર 2021માં એડિલેડમાં ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમી હતી. ત્યારથી તે ઓસ્ટ્રેલિયન ટીમથી બહાર છે. રિચર્ડસને ત્રણ ટેસ્ટમાં કુલ 11 વિકેટ અદ્પી છે. હકીકતમાં તે લાંબા સમયથી ઈજાથી પીડાઈ રહ્યો હતો. ફિટનેસની સમસ્યાને કારણે તે ટીમની બહાર રહ્યો હતો.

ઉજવણી કરવી ભારે પડી 

રિચર્ડસનની વાપસી એવા સમયે થઈ જ્યારે તે આ વર્ષે માત્ર એક જ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો હતો. તેણે એડિલેડ ઓવલ ખાતે દક્ષિણ ઓસ્ટ્રેલિયા સામે પશ્ચિમ ઓસ્ટ્રેલિયા માટે શેફિલ્ડ શિલ્ડની મેચ રમી હતી. જ્યાં તેણે પિંક બોલથી કુલ ચાર વિકેટ લીધી હતી. તે મેચમાં તેને ઉજવણી દરમિયાન ખભામાં નાની ઈજા થઈ હતી. સતત બોલ પર વિકેટ લીધા પછી તેનું હાઈ-ફાઈવ સેલિબ્રેશન ખોટું પડ્યું હતું. જેના કારણે તે ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. પરંતુ ગયા અઠવાડિયે તેણે BBLની પહેલી મેચમાં પર્થ સ્કોર્ચર્સ માટે 19 રનમાં 3 વિકેટ લઈને ટીમને જીત અપાવી હતી.

 ...તો મને હાર્ટઍટેક આવી ગયો હોત: અશ્વિને સંન્યાસ પછી કોલ ડિટેલ્સ શેર કરીને જુઓ શું કહ્યું

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લીશ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, ઝાય રિચર્ડસન, મિચેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર IND vs AUS: બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા 1100 દિવસ બાદ આ ખેલાડીની ટીમમાં એન્ટ્રી, છ વર્ષમાં માત્ર ત્રણ ટેસ્ટ રમ્યો 2 - image


Tags :