ભારત-ઓસ્ટ્રેલિયા 5મી T20 મેચમાં વરસાદ પડે તો ટીમ ઈન્ડિયાને થશે ફાયદો, જાણો કેવું રહેશે બ્રિસબેનનું હવામાન

Ind vs Aus : ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા સીરિઝની પાંચમી અને અંતિમ T20 મેચ આવતીકાલે (8 નવેમ્બર) બ્રિસબેનમાં રમાશે. જો ભારત આ મેચ જીતશે તો તેઓ સીરિઝ 3-1થી જીતી લેશે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયા 2-2 થી ડ્રો કરવાનો લક્ષ્ય રાખશે. આ મેચ બ્રિસબેનના ઐતિહાસિક ગાબા મેદાન પર રમાશે, જ્યાં ઓસ્ટ્રેલિયા છેલ્લા 19 વર્ષમાં ફક્ત એક જ T20 મેચમાં હાર મળી હતી. ભારત-ઓસ્ટ્રેલિયા પાંચમી T20 મેચ પહેલા, ચાલો જાણીએ કાલે બ્રિસબેનમાં હવામાન કેવું રહેશે.
હવામાન રિપોર્ટ
એક્યુવેધરના રિપોર્ટ મુજબ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી T20 મેચ દરમિયાન આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે. સાંજે ક્રિકેટ ગ્રાઉન્ડની આસપાસ વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. ઓસ્ટ્રેલિયામાં સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન વરસાદની 50 ટકા શક્યતા છે, ખાસ કરીને રાત્રે 9 થી 10 વાગ્યા દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. મેચમાં વરસાદનું વિઘ્ન પડવાની શક્યતા છે.
મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે, અને લઘુતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. ટોસના સમયે વરસાદ શક્યતા છે, તેથી ટોસમાં વિલંબ થઈ શકે છે. ભારે વરસાદને કારણે ઓવરોમાં ઘટાડો થઈ શકે છે અથવા મેચ સંપૂર્ણપણે રદ પણ થઈ શકે છે.
ગૌતમ ગંભીર મુખ્ય કોચ બન્યા પછી ભારતીય ટીમે એક પણ T20 સીરિઝ હારી નથી. ઓસ્ટ્રેલિયામાં આ વલણ ચાલુ રહેવાની શક્યતા છે, કારણ કે સીરિઝ હવે 2-2 થી ડ્રો થવાની સંભાવના છે. ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે સીરિઝ જીતવાથી 2026ના T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાનું મનોબળ વધશે. વર્લ્ડ કપ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમવાનો છે.

