1962માં જયારે ભારતની ફૂટબોલ ટીમે એશિયાઇ ખેલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો
ફૂટબોલમાં ભારતે 2-1 થી દક્ષિણ કોરિયાને હરાવીને જીત મેળવી હતી
ભારતના ફૂટબોલરોને સમર્થન માટે પાકિસ્તાન હોકીના ખેલાડીઓ આવ્યા હતા
નવી દિલ્હી,5,સપ્ટેમ્બર,2020,શનિવાર
ભારતમાં અત્ર તત્ર ક્રિકેટ જ છવાયેલું રહે છે. હોકીના સુવર્ણયુગને યાદ કરવામાં આવે છે પરંતુ બીજી રમતોમાં આપણે પાછળ રહી ગયા છીએ જેમાં ફૂટબોલ પણ છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે વિશ્વમાં સૌથી વધુ રમાતી અને લોકપ્રિય ફૂટબોલ ગેમમાં ભારતે 1962ના એશિયાઇ ખેલ મહોત્સવમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. ભારતની ફૂટબોલ ટીમે ગોલ્ડ મેડલ માટે એ સમયે દક્ષિણ કોરિયા જેવી મજબૂત ટીમને 2-1 થી પરાજય આપ્યો હતો. ભારતના પૂર્વ ફૂટબોલ ખેલાડી ડિફેન્ડર અરુણ ઘોષે 4 સપ્ટેમ્બર 1962ના રોજ ઇન્ડોનેશિયાના જર્કાતા ખાતેના એશિયાઇ ખેલ મહોત્સવમાં આ સિધ્ધિ મેળવી હતી. ઘોષે આ અંગે અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશનની વેબસાઇટ પર આ ક્ષણને યાદ કરીને રોમાંચ થતો હોવાનું જણાવ્યું હતું.
જર્કાતા ખાતેનું સેનયાન ફૂટબોલ સ્ટેડિયમ ખચોખચ ભર્યુ હતું પરંતુ ભારતનું સમર્થન કરતા પ્રેક્ષકો ઓછા હતા.એથનિક ગ્રુપની રીતે ઇન્ડોનેશિયાઇ પ્રેક્ષકો દક્ષિણ કોરિયાને સમર્થન કરી રહયા હતા. ભારતની જીતની કામના કરતા પ્રેક્ષકોનો અભાવ હતો ત્યારે પાકિસ્તાનની હોકી ટીમના ખેલાડીઓ સ્ટેડિયમમાં મેચ નિહાળી રહયા હતા.એશિયાઇ રમતોત્સવમાં પાકિસ્તાનની હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પાકિસ્તાનના ખેલાડીઓ ભારતીય ફૂટબોલરોને સમર્થન કરે એ શકય લાગે તેવી સત્ય વાત હતી.
ભારત વતી આ ગોલ્ડ મેડલ વિનિંગ મેચમાં પીકે બેનરજી અ જરનૈલસિંહે ગોલ કર્યા હતા. જયારે ભારતની ટીમ 2-0 થી આગળ થઇ ત્યારે સ્ટેડિયમમાં સન્નાટો પ્રસરી ગયો હતો. જો કે દક્ષિણ કોરિયાએ વળતી લડત આપીને એક ગોલ કરવામાં સફળતા મેળવી હતી. તેમના ગોલ્ડ કિપર પીટર થંગરાજને મેચની છેલ્લી ક્ષણ સુધી સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ભારતની ટીમ માટે ખેલાડીઓને એટલો બધો દ્રેશ હતો કે હરિફ ટીમનો એક પણ ખેલાડી મેચ જીત્યા પછી શાબાશી આપવા આવ્યો ન હતો. જો કે વિજયની એ રાત ભારતીય ફૂટબોલની ગોલ્ડન રાત હતી.