1844માં પ્રથમ ક્રિકેટ મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાઇ હતી
પ્રથમ ક્રિકેટ મેચ રમેલા આ બે દેશો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા નથી.
ઇસ ૧૯૦૦માં પ્રતિ ઓવર ૫ બોલ નાખવામાં આવતા હતા
અમદાવાદ,25 ફેબુઆરી,2021,ગુરુવાર
પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યુએસએ અને કેનેડા વચ્ચે ૧૮૪૪માં ૨૪ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન સેન્ટ જયોર્જ ક્રિકેટ ગ્રાઉન્ડ ન્યુયોર્ક ખાતે રમાઇ હતી. જેમાંં કેનેડાનો ૨૩ રને વિજય થયો હતો. આ મેચ જોવા માટે ૧૦ હજાર લોકો મેદાન પર આવ્યા હતા. નવાઇની વાત એ છે કે પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવાનું ગૌરવ ધરાવતા આ બે દેશો આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા નથી.
૧૮૫૯માં ઇગ્લેન્ડની ટીમ પહેલી વાર નોર્થ અમેરિકામાં ક્રિકેટ રમવા ગઇ હતી. ૬ ઓકટોબર ૧૮૮૦માં ઓસ્ટ્રેલિયા સામેની મેચથી ક્રિકેટ રમવાની શરુઆત કરી હતી. ૧૮૬૫માં વિગગ્રેસ નામના ખેલાડીએ ક્રિકેટની લોકપ્રિયતા વધારવા માટે ખૂબજ પ્રયાસો કર્યા હતા.૧૯૬૮ના ઓકટોબર માસમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટની ટીમ ઇગ્લેન્ડ રમવા ગઇ જે તેની પહેલી વિદેશ ટૂર હતી. ત્યારબાદ ૧૮૭૭માં ઇંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ રમવા ગઇ ત્યારે તેને ખૂબજ સારો આવકાર મળતા ક્રિકેટના પ્રસાર અને લોકપ્રિય થવાની આશા બંધાઇ હતી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા ૧૮૮૨માં ઓવલ ખાતે ટેસ્ટ મેચ રમ્યું જેને મળેલો સારો પ્રતિસાદ એશિઝ જંગનો આરંભ હતો.૧૯૮૯માં દક્ષિણ આફ્રિકા પણ ક્રિકેટ રમવામાં જોડાયું હતું.
ઇગ્લેન્ડમાં ક્રિકેટને મજબૂત બનાવવામાં કાઉન્ટી ક્રિકેટનો ખૂબ જ મોટો ફાળો હતો. લગભગ આખું વર્ષ ક્રિકેટ રમાયા કરતું હતું. ત્યાર બાદ આફ્રિકા અને ન્યુઝીલેન્ડમાં પણ સ્થાનિક સ્તરે ક્રિકેટ સ્પર્ધાઓ શરૃ થઇ જેનાથી પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને મદદ મળી હતી.૧૯ મી સદીના મઘ્યભાગમાં રેલવેનો વિકાસ થવાથી ક્રિકેટનો ફેલાવો ઝડપથી થયો હતો.૧૮૮૯માં ચાર બોલ ફેંકાય ત્યારે એક ઓવર હતી. આ પ્રથા વર્ષો સુધી ચાલી છેવટે ઇસ ૧૯૦૦માં પ્રતિ ઓવર ૫ બોલ કરવામાં આવી હતી. જયારે ૧૯૨૨માં ઓસ્ટ્રેલિયામાં રમાતા ક્રિકેટમાં ઓવરનું ઠેકાણું ન હતું. કયારેક ૬ તો કયારેક ૮ બોલે એક ઓવર થતી હતી. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ક્રિકેટની રમતની લોકપ્રિયતા ઓછી થઇ હતી. ૧૯૪૭માં ક્રિકેટમાં એક ઓવર ૬ બોલની હોય તેવું નકકી કરવામાં આવ્યું હતું. ઇસ ૨૦૦૦માં તેનો લો ઘડીને અમલ પણ શરુ કરી દેવામાં આવ્યો છે.