Get The App

પાકિસ્તાન જીદ નહીં છોડે તો આ દેશમાં થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ICCનો પ્લાન તૈયાર

Updated: Nov 12th, 2024

GS TEAM


Google News
Google News
પાકિસ્તાન જીદ નહીં છોડે તો આ દેશમાં થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ICCનો પ્લાન તૈયાર 1 - image

ICC Champions Trophy 2025 : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જો PCB(Pakistan Cricket Board)એ પોતાની જીદ નહી છોડી તો તે યજમાની પણ ગુમાવી શકે છે.  

તો ICC પાકિસ્તાન પાસેથી યજમાની છીનવી લેશે 

તાજેતરમાં જ ICCએ પુષ્ટિ કરી હતી કે ભારતીય ટીમ આગામી ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. ભારતીય ટીમની તમામ મેચો UAEમાં હાઈબ્રિડ મોડલ હેઠળ આયોજિત થઇ શકે છે. પરંતુ PCBએ આ બાબતને સ્વીકારતું નથી. તે ઈચ્છે છે કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરે અને ત્યાં જ તમામ મેચ રમે. ત્યારબાદ બાદ હવે ICC પાકિસ્તાન પાસેથી યજમાની છીનવી લેવાનો પ્લાન બનાવી લીધો છે. 

પાકિસ્તાનની જગ્યાએ આ દેશને આપી શકાય છે યજમાની

એક અહેવાલ અનુસાર જો PCB ICCના નિર્ણય સાથે સહેમત નહી થાય તો ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની તેની પાસેથી લઈને દક્ષિણ આફ્રિકાને આપી શકાય છે. અને જો PCBને તેના ઘરઆંગણે ટુર્નામેન્ટનું આયોજન કરવાની અનુમતિ નથી મળતી તો તે આ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી શકે છે.  

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સૂચિત ઇવેન્ટ શેડ્યૂલ

19 ફેબ્રુઆરી - ન્યૂઝીલેન્ડ વિ. પાકિસ્તાન - કરાચી

20 ફેબ્રુઆરી - બાંગ્લાદેશ વિ. ભારત - લાહોર

21 ફેબ્રુઆરી - અફઘાનિસ્તાન વિ. દક્ષિણ આફ્રિકા - કરાચી

22 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ – લાહોર

23 ફેબ્રુઆરી - ન્યૂઝીલેન્ડ વિ. ભારત - લાહોર

24 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ. બાંગ્લાદેશ – રાવલપિંડી

25 ફેબ્રુઆરી - અફઘાનિસ્તાન વિ. ઈંગ્લેન્ડ - લાહોર

26 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા – રાવલપિંડી

27 ફેબ્રુઆરી - બાંગ્લાદેશ વિ. ન્યૂઝીલેન્ડ - લાહોર

28 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ. ઓસ્ટ્રેલિયા – રાવલપિંડી

1 માર્ચ - પાકિસ્તાન વિ. ભારત - લાહોર

2 માર્ચ - દક્ષિણ આફ્રિકા વિ. ઈંગ્લેન્ડ - રાવલપિંડી

5 માર્ચ - સેમિ  ફાઇનલ - કરાચી

6 માર્ચ - સેમિ ફાઇનલ - રાવલપિંડી

9 માર્ચ - ફાઇનલ - લાહોર 

પાકિસ્તાન જીદ નહીં છોડે તો આ દેશમાં થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ICCનો પ્લાન તૈયાર 2 - image

Tags :