Sports

‘IPLના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઈનલ હાર્યું...’, દિગ્ગજ કાંગારુ ક્રિકેટર હાર પચાવી ના શક્યો

By GS TEAM
16 Jun 20252 mins read
TukuTouch Logo
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકા સામે હાર થયા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ચોતરફ ટીકાનો સામનો કરી રહી છે. હાર બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બોલર મિચેલ જોન્સને પોતાના જ ખેલાડીઓની આકરી ઝાટકણી કાઢી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘IPLના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઈનલ હાર્યું...’, દિગ્ગજ કાંગારુ ક્રિકેટર હાર પચાવી ના શક્યો

ICC World Test Championship 2025 : ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકા સામે હાર થયા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ચોતરફ ટીકાનો સામનો કરી રહી છે. હાર બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બોલર મિચેલ જોન્સને પોતાના જ ખેલાડીઓની આકરી ઝાટકણી કાઢી છે.


જોન્સને હેજલવુડની ટીકા કરી

જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું છે. તેણે ખાસ કરીને જોશ હેજલવુડની ટીકા કરી છે, જેણે WTC ફાઇનલ પહેલા IPLને પ્રાથમિકતા આપી છે. આ સાથે તેણે પેટ કમિન્સ, નાથન લિયોન, મિચેલ સ્ટાર્કને પણ સાણસામાં લીધા છે.


હેજલવુડનો WTC પહેલા IPLમાં રમવાનો નિર્ણય ખોટો : જોન્સન

જોશ હેજલવુડ અનુભવી અને ઝડપી બોલર હોવાથી તેને WTC ફાઇનલમાં સામેલ કરાયો હતો, સ્કૉટ બોલેન્ડ પહેલા તેણે તક અપાઈ હતી. ફાઇનલ મેચમાં બોલેન્ડ કંઈ ખાસ કરી શક્યો નથી અને તેણે માત્ર બે વિકેટ ઝડપી હતી. મિચેલ બોલેન્ડનું પ્રદર્શન જોતાં આશ્ચર્ય પામ્યો છે. તેનું માનવું છે કે, હેજલવુડનો WTC ફાઇનલ પહેલાં IPLમાં રમવાનો નિર્ણય ખોટો હતો. જો તેણે IPL રમવાના બદલે WTC ફાઇનલ માટે તૈયારી કરી હોત તો ટીમ માટે સારું થાત.


જોન્સને હેજલવુડની ફિટનેસ પર પણ ઉઠાવ્યા સવાલ

જોન્સને ‘વેસ્ટ ઓસ્ટ્રેલિયા’માં લખ્યું છે કે, મેં તાજેતરમાં જ હેજલવુડમાં ફિટનેસની સમસ્યા જોઈ હતી. તેણે નેશનલ ટીમ માટે તૈયારીઓ કરવાના બદલે IPLને પ્રાથમિકતા આપવાનો ચોંકાવનારો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મિચેલ જોન્સન IPLની કુલ છ સિઝન રમ્યો છે. તેણે મુંબઈ ઇન્ડિયન, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇડ રાઇડર્સનું પ્રતિનિધિત્વ કર્યું છે.


જોન્સને સ્ટાર્ક, કમિન્સ અને લિયોનની પણ ઝાટકણી કાઢી

ઓસ્ટ્રેલિયા ક્રિકેટે વર્તમાન સમયમાં અનેક બોલરોને ટીમમાં રાખ્યા છે, જેને લઈને જોન્સને બોલિંગ લાઇન પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના ભવિષ્ય માટે મિચેલ સ્ટાર્ક, જોશ હેજલવુડ, પેટ કમિન્સ અને નાથન લિયોન જેવા સફળ બોલરોની જગ્યા નિશ્ચિત ન માની શકાય. જો આ તમામ ખેલાડીઓ માત્ર એશિયા સીરિઝ માટે જ છે, તો આવી સ્થિતિમાં સાવલ થાય છે કે, શું આ યોગ્ય માનસિકતા છે? હવે સમય આવી ગયો છે કે, આપણે ભવિષ્યને અપનાવીએ અને આગામી ટેસ્ટ માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આત્મવિશ્વાસ ઊભો કરીએ.