Get The App

આઈસીસી મહિલા ટી-20 ટીમઃ આઈસીસી ટીમમાં સ્મૃતિ મંધાના સહિત 4 ભારતીયો, પાકિસ્તાન તરફથી માત્ર એક ખેલાડી

Updated: Jan 23rd, 2023

GS TEAM

Google News
Google News
આઈસીસી મહિલા ટી-20 ટીમઃ આઈસીસી ટીમમાં સ્મૃતિ મંધાના સહિત 4 ભારતીયો, પાકિસ્તાન તરફથી માત્ર એક ખેલાડી 1 - image


- ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇનને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે

નવી દિલ્હી,તા.23 જાન્યુઆરી 2023,સોમવાર

આઇસીસીએ આઇસીસી વિમેન્સ ટી-20 આઇ ટીમ ઓફ ધ યર-2022ની જાહેરાત કરી દીધી છે. તેમાં ભારતીય ખેલાડીઓનો દબદબો છે. ભારત તરફથી સૌથી વધુ 4 ખેલાડીઓ તેને બનાવવામાં સફળ રહ્યા છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના ત્રણ અને પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને શ્રીલંકાના એક-એક ખેલાડીને 11 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું છે. સ્મૃતિ મંધાના ઉપરાંત દીપ્તિ શર્મા, રિચા ઘોષ અને ફાસ્ટ બોલર રેણુકા સિંઘનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇનને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે.

Tags :