ગિલની સાથે સૂર્યકુમાર યાદવનું પણ પત્તું કાપવાની તૈયારી હતી! આ એક કારણથી મળ્યું જીવનદાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ICC T20 World Cup : ભારતીય T20 ક્રિકેટ ટીમની જાહેરાત કરતી વખતે શુભમન ગિલનું પત્તુ કપાતા અને સૂર્યકુમાર યાદવને ટીમમાં સમાવાતા ક્રિકેટ ચાહકોને આશ્ચર્ય થયું છે. જોકે તમામ લોકો જાણે છે કે, વર્લ્ડકપ ટૂર્નામેન્ટ પહેલા કોઈપણ કેપ્ટનને ટીમમાં બહાર કાઢવામાં આવતો નથી, પછી ભલે તેનું ફોર્મ ખરાબ હોય. આ જ કારણે સૂર્યને T20 વર્લ્ડકપ-2026માં સામેલ કરાયો છે. પસંદગીકારોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે ટીમમાં સ્થાન મેળવવા માટે માત્ર નામ નહીં, પણ રન બનાવવા અનિવાર્ય છે.
ગિલ અને સૂર્યાનું પ્રદર્શન
શુભમન ગિલ (Shubman Gill)ને T20 ટીમમાં તેના સરેરાશ પ્રદર્શનને કારણે પડતો મૂકવામાં આવ્યો છે. ગિલે 15 ઇનિંગ્સમાં 137ના સ્ટ્રાઈક રેટથી 291 રન બનાવ્યા હતા, જે T20 ફોર્મેટ મુજબ પૂરતા મનાતા નથી.
કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)નું પ્રદર્શન આ વર્ષે અત્યંત નબળું રહ્યું છે. તેણે 19 ઈનિંગ્સમાં માત્ર 218 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ ઘટીને 123.2 થઈ ગયો છે. આમ છતાં, વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ પહેલા કેપ્ટનને બદલવો યોગ્ય ન જણાતા સૂર્યકુમારને ટીમમાં યથાવત રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : U19 એશિયા કપ ફાઈનલમાં ભારતીય ટીમનો ફ્લોપ શૉ, 191 રનથી પાકિસ્તાનની જીત
ગીલ કરતા અભિષેકનું પ્રદર્શન પ્રભાવશાળી
પીટીઆઈના રિપોર્ટ મુજબ, ‘સૂર્યકુમાર યાદવને ફોર્મના કારણે નહીં, પરંતુ કેપ્ટન હોવાને કારણે T20 વર્લ્ડકપમાં લેવામાં આવ્યો છે. ગીલનું પ્રદર્શન અભિષેક શર્મા જેટલું પ્રભાવશાળી ન હોવાના કારણે ટીમમાંથી બહાર કરાયો છે.’ રિપોર્ટમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે, ‘ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir)ની ટીમમાં રન બનાવવા જરૂરી છે. જે લોકો ગંભીરને જાણે છે, તેમને ખબર છે કે, તેમના માટે જીતવું જરૂરી છે. આજે ગિલ બહાર થયો છે, તો કાલે સૂર્યકુમાર પણ બહાર થઈ શકે છે.’
સેમસને પસંગીકારોનો વિશ્વાસ જીત્યો
રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, પસંદગીકારોએ સંજૂ સેમસન (Sanju Samson) પર વિશ્વાસ રાખી ટીમમાં સ્થાન આપ્યું છે. સેમસને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની પાંચમી ટી20 મેચમાં 22 બોલમાં 37 રન બનાવીને પસંદગીકારોનો વિશ્વાસ જીત્યો છે. પસંદગીકારોનો સ્પષ્ટ સંદેશ છે કે, ભારતીય ટીમમાં માત્ર નામથી કોઈ સુરક્ષિત નથી, સુકાની પણ સુરક્ષિત નથી.’
આ પણ વાંચો : ટી20 વર્લ્ડકપ પહેલા ગિલ સાથે થયો 'દગો'? અગરકર અને હેડ કોચ પર ફરી 'ગંભીર' આરોપ








