Sports

ICC રેન્કિંગમાં રોહિત-કોહલીનો નંબર 1 અને 2 પર કબજો, બુમરાહ-જાડેજા અને અભિષેક પણ છવાયા

By GS TEAM
10 Dec 20253 mins read
TukuTouch Logo
ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ની તાજેતરની રેન્કિંગ સામે આવી છે, જેમાં ભારતીય ટીમના ક્રિકેટર્સનો જલવો જોવા મળ્યો છે. 38 વર્ષીય રોહિત શર્માએ નંબર 1 અને 37 વર્ષીય વિરાટ કોહલીએ નંબર 2 પર કબજો કર્યો છે. બીજી તરફ મિશેલ સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટમાં નંબર ૩ બોલર બની ગયો છે. એશિઝની બે શરૂઆતની ટેસ્ટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જસપ્રીત બુમરાહ નંબર 1 ટેસ્ટ બોલર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ICC રેન્કિંગમાં રોહિત-કોહલીનો નંબર 1 અને 2 પર કબજો, બુમરાહ-જાડેજા અને અભિષેક પણ છવાયા

ICC Rankings: ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ની તાજેતરની રેન્કિંગ સામે આવી છે, જેમાં ભારતીય ટીમના ક્રિકેટર્સનો જલવો જોવા મળ્યો છે. 38 વર્ષીય રોહિત શર્માએ નંબર 1 અને 37 વર્ષીય વિરાટ કોહલીએ નંબર 2 પર કબજો કર્યો છે. બીજી તરફ મિશેલ સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટમાં નંબર ૩ બોલર બની ગયો છે.  એશિઝની બે શરૂઆતની ટેસ્ટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જસપ્રીત બુમરાહ નંબર 1 ટેસ્ટ બોલર છે.

વિરાટ કોહલી એપ્રિલ 2021થી વન-ડે બેટ્સમેનોમાં નંબર 1 રેન્કિંગ પર નથી, ત્યારે તેને પાકિસ્તાનના બાબર આઝમે પાછળ છોડી દીધો હતો. જોકે, દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની ત્રણ મેચની વન-ડે સીરિઝમાં તેના શાનદાર પ્રદર્શનના કારણે કોહલી હવે ફરીથી ટોપ સ્થાનની ખૂબ નજીક પહોંચી ગયો છે.

કોહલીનું શાનદાર પ્રદર્શન

37 વર્ષીય કોહલીને ત્રણ મેચમાં કુલ 302 રન બનાવવા બદલ 'પ્લેયર ઓફ ધ સીરિઝ' જાહેર કરવામાં આવ્યો હતો. તેના આ શાનદાર પ્રદર્શન અસર તાજેતરની ICC રેન્કિંગમાં પણ દેખાઈ, જ્યાં તે બે સ્થાન ઉપર ચઢીને બીજા નંબર પર પહોંચી ગયો. તેની આગળ માત્ર રોહિત શર્મા છે. 


રોહિતે આ સીરિઝમાં 146 રન બનાવ્યા અને નંબર 1 પર પોતાની પોઝિશન જાળવી રાખી. બીજી તરફ વિશાખાપટ્ટનમમાં રમાયેલી છેલ્લી મેચમાં કોહલીની અણનમ 65 રનની ઈનિંગના કારણે તે હવે રોહિતથી માત્ર 8 રેટિંગ પોઈન્ટ પાછળ રહી ગયો છે. 

ભારત હવે આગામી વન-ડે મેચ 11 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ઘરેલૂ સીરિઝમાં રમશે. આ દરમિયાન તમામની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે કારણ કે, બંને વચ્ચે વન-ડે બેટ્સમેનોની નંબર 1 રેન્કિંગની રેસ વધુ તેજ છે.

આ અઠવાડિયે જારી કરવામાં આવેલ નવી રેન્કિંગમાં માત્ર કોહલી જ નહીં, ઘણા અન્ય ભારતીય ખેલાડીઓએ પણ મોટી છલાંગ લગાવી છે. વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ બે સ્થાન ઉપર આવીને 12માં નંબર પર પહોંચી ગયો છે. બીજી તરફ બોલરોની રેન્કિંગમાં ડાબોડી સ્પિનર ​​કુલદીપ યાદવે મોટી છલાંગ લગાવતા ત્રણ સ્થાન ઉપર આવીને ત્રીજા નંબર પર પહોંચી ગયો છે.

કટક T20 બાદ બદલાઈ T20 રેન્કિંગ

કટકમાં ભારતની 101 રનની ધમાકેદાર જીત બાદ T20I બોલરોની નવી રેન્કિંગમાં ત્રણ ભારતીય ખેલાડીઓને ફાયદો થયો છે. અક્ષર પટેલ બે સ્થાન ઉપર આવીને 13માં નંબર પર, અર્શદીપ સિંહ ત્રણ સ્થાન ઉપર આવીને 20માં નંબર પર અને જસપ્રીત બુમરાહ 6 સ્થાન ઉપર આવીને 25માં નંબર પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો: પહેલી ટી-20 ભલે ટીમ ઈન્ડિયા જીતી પણ આ કારણે ગંભીર-ગિલ ટીકાકારોના નિશાને

મિશેલ સ્ટાર્ક બન્યો નંબર 3 ટેસ્ટ બોલર

બીજી તરફ ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કની મોટી છલાંગ કોઈ આશ્ચર્યજનક નથી. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે એશિઝ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ સ્ટાર્ક ત્રણ સ્થાન ઉપર ચઢીને ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. ઈમગ્લેન્ડના બેટ્સમેનોના નબળા પ્રદર્શનની અસર ટેસ્ટ રેન્કિંગ પર પણ પડી છે. હેરી બ્રુક બે સ્થાન નીચે ઉતરીને ચોથા નંબર પર પહોંચી ગયો છે. બીજી તરફ કેન વિલિયમસન અને સ્ટીવ સ્મિથ બંને એક-એક સ્થાન ઉપર આવ્યા છે અને હવે ટોપ પર રહેલા જો રૂટથી પાછળ અનુક્રમે બીજા અને ત્રીજા નંબર પર છે.

કયા ભારતીય ખેલાડી ICC રેન્કિંગમાં નંબર 1 પર યથાવત?

T20 બેટિંગ રેન્કિંગમાં અભિષેક શર્મા (913) ટોપ પર છે. T20ની જ બોલિંગ રેન્કિંગની વાત કરીએ તો વરુણ ચક્રવર્તી (782) ટોપ પર છે. ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા 455 પોઈન્ટ સાથે ટોપ પર છે.