Get The App

ICC ODI Ranking: વિરાટ કોહલીએ લગાવી છલાંગ, તિલકને નુકસાન, ICCની લેટેસ્ટ રેન્કિંગ જાહેર

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
ICC ODI Ranking Batsman


ICC ODI Ranking Batsman: ICC દ્વારા તાજેતરની ODI રેન્કિંગ્સ જાહેર કરવામાં આવી છે. એક સ્થાનનો ફાયદો થવાથી વિરાટ કોહલી હવે ટોપ-5 માં સામેલ થઈ ગયો છે. જોકે આ સપ્તાહ દરમિયાન ભારતીય ટીમની કોઈ વનડે મેચ ન હોવા છતાં, બાબર આઝમના નિષ્ફળ પ્રદર્શનના કારણે કોહલી અને શ્રીલંકાના ચરિથ અસલંકાને રેન્કિંગમાં લાભ મળ્યો છે. બાબર 2 સ્થાન નીચે સરકી ગયો છે, જ્યારે રોહિત શર્માએ પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.

રોહિત શર્મા 781 રેટિંગ પોઇન્ટ્સ સાથે આઈસીસી રેન્કિંગમાં નંબર-1 ઓડીઆઈ બેટર છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં 73 અને ત્રીજી વનડેમાં 121 રનની અણનમ ઇનિંગ્સ રમ્યા બાદ તે થોડા અઠવાડિયા પહેલા જ નંબર-1 પર આવ્યો હતો અને આ અઠવાડિયે પણ તેણે આ સ્થાન જાળવી રાખ્યું છે. આ યાદીમાં ટોપ-4 બેટરમાં કોઈ ફેરફાર થયો નથી, જેમાં ભારતીય ટીમનો કેપ્ટન શુભમન ગિલ 745 રેટિંગ પોઇન્ટ્સ સાથે ચોથા નંબર પર યથાવત છે.

રમ્યા વગર વિરાટ કોહલીને ફાયદો

ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલી 2 વનડેમાં 'ડક' (શૂન્ય) પર આઉટ થયો હતો, ત્રીજી મેચમાં તેણે 74 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. પરંતુ આ ઇનિંગ્સ રેન્કિંગમાં ફાયદાનું કારણ નથી, ખરેખર બાબર આઝમના ફ્લોપ શોએ તેને ટોપ-5 માં પહોચાડી દીધો. 

ગયા અઠવાડિયે બાબર આઝમે 3 વનડે રમી. 6 અને 8 નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકા સામે બાબર આઝમ અનુક્રમે 11 અને 27 રન બનાવીને આઉટ થયો. 11 નવેમ્બરના રોજ શ્રીલંકા સામેની વનડેમાં તે 29 રન બનાવી શક્યો, આ કારણોસર બાબર આઝમ ટોપ-5 માંથી બહાર થઈ ગયો. બાબર આઈસીસી ઓડીઆઈ બેટિંગ રેન્કિંગમાં 5મા સ્થાનેથી  7મા સ્થાને આવી ગયો છે.

ICC રેન્કિંગમાં ટોપ-10 ODI બેટર

રોહિત શર્મા (ભારત) - 781

ઇબ્રાહિમ જાદરાન (અફઘાનિસ્તાન) - 764

ડેરીયલ મિશેલ (ન્યૂઝીલેન્ડ) - 746

શુભમન ગિલ (ભારત) - 745

વિરાટ કોહલી (ભારત) - 725

ચરિથ અસલંકા (શ્રીલંકા) - 710

બાબર આઝમ (પાકિસ્તાન) - 709

હેરી ટેક્ટર (આયર્લેન્ડ) - 708

શ્રેયસ ઐયર (ભારત) - 700

શાઇ હોપ (વેસ્ટ ઇન્ડીઝ) - 690

આ પણ વાંચો: કોહલી-રોહિતે ટીમ ઈન્ડિયામાં રમતા રહેવું હોય તો આટલું કરવું પડશે...' BCCIની ચોખ્ખી વાત

તિલક વર્મા, હાર્દિક પંડ્યાને પણ નુકસાન

ICC T-20 બેટિંગ રેન્કિંગમાં અભિષેક શર્માએ પોતાનું પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. આ લિસ્ટમાં તિલક વર્માને 2 સ્થાનનું નુકસાન થયું છે, તે ત્રીજા પરથી પાંચમા નંબર પર આવી ગયો છે. T-20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં હાર્દિક પંડ્યા ચોથા પરથી પાંચમા નંબર પર આવી ગયો છે.

ICC ODI Ranking: વિરાટ કોહલીએ લગાવી છલાંગ, તિલકને નુકસાન, ICCની લેટેસ્ટ રેન્કિંગ જાહેર 2 - image

Tags :