Get The App

T20 World Cup 2022: ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો પાકિસ્તાન સાથે, જાણો સમગ્ર શિડ્યુઅલ

Updated: Jan 21st, 2022

GS TEAM

Google News
Google News
T20 World Cup 2022: ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો પાકિસ્તાન સાથે, જાણો સમગ્ર શિડ્યુઅલ 1 - image


- 16મી ઓક્ટોબરથી 21મી ઓક્ટોબર સુધી ફર્સ્ટ રાઉન્ડના મુકાબલા રમાશે, ત્યાર બાદ 22મી ઓક્ટોબરથી સુપર 12ના મુકાબલા શરૂ થશે

નવી દિલ્હી, તા. 21 જાન્યુઆરી, 2022, શુક્રવાર

આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2022નું શિડ્યુઅલ જાહેર કરી દેવામાં આવ્યું છે. T20 ફોર્મેટનો આગામી મહા મુકાબલો 16મી ઓક્ટોબરથી 13મી નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા ખાતે રમવામાં આવશે. આ દરમિયાન આ મહાકુંભના તમામ મુકાબલા ઓસ્ટ્રેલિયાના 7 શહેરોમાં આયોજિત થશે. જે શહેરોમાં આ મુકાબલા યોજાશે તેમાં બ્રિસબેન, પર્થ, એડિલેડ, સિડની, મેલબોર્ન, હોબાર્ટ અને ગિલોન્ગનો સમાવેશ થાય છે. 

આઈસીસીના અહેવાલ પ્રમાણે T20 વર્લ્ડ કપ 2022ના શરૂઆતના 6 દિવસોમાં એટલે કે, 16મી ઓક્ટોબરથી 21મી ઓક્ટોબર સુધી ફર્સ્ટ રાઉન્ડના મુકાબલા રમાશે. ત્યાર બાદ 22મી ઓક્ટોબરથી સુપર 12ના મુકાબલા શરૂ થશે. 

આ ટુર્નામેન્ટનો પહેલો નોકઆઉટ સેમીફાઈનલ મુકાબલો 9 નવેમ્બરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને બીજો સેમીફાઈનલ મુકાબલો 10 નવેમ્બરના રોજ એડિલેડ ઓવલમાં રમાશે. આ બંને મુકાબલાની વિજેતા ટીમ 13 નવેમ્બરના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફાઈનલ મુકાબલો રમવા માટે ઉતરશે. 

આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપમાં સુપર 12નો પહેલો મુકાબલો ગત વર્ષની વિજેતા ઓસ્ટ્રેલિયા અને ઉપવિજેતા ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરના રોજ સિડની સ્થિત સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. 

આ મહાકુંભમાં ભારતીય ટીમનો પહેલો મુકાબલો 23 ઓક્ટોબરના રોજ ચિરપ્રતિદ્વંદી પાડોશી દેશ પાકિસ્તાન સાથે છે. બંને ટીમ પોતાનો પહેલો મુકાબલો મેલબોર્ન સ્થિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે. 

ટી-20 વર્લ્ડકપ 2022માં ભારતનું શિડ્યુઅલ

પહેલી મેચઃ ભારત Vs પાકિસ્તાન, 23 ઓક્ટોબર, મેલબોર્ન

બીજી મેચઃ ભારત Vs ગ્રુપ Aની ઉપવિજેતા, 27 ઓક્ટોબર, સિડની

ત્રીજી મેચઃ ભારત Vs દક્ષિણ આફ્રિકા, 30 ઓક્ટોબર, પર્થ

ચોથી મેચઃ ભારત Vs બાંગ્લાદેશ, 2 નવેમ્બર, એડિલેડ

પાંચમી મેચઃ ભારત Vs ગ્રુપ Bની વિજેતા, 6 નવેમ્બર, મેલબોર્ન


Tags :