ICC એ શ્રીલંકાના સ્ટાર ક્રિકેટર પર મૂક્યો 5 વર્ષનો પ્રતિબંધ, જાણો કયા કારણે કરાઈ કાર્યવાહી
Sri Lankan cricketer: શ્રીલંકાના પૂર્વ સ્થાનિક ક્રિકેટર સલિયા સામન પર કાર્યવાહી કરવામાં આવી છે. મેચ ફિક્સિંગ સંડોવણીના આરોપસર ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા સલિયા પર પાંચ વર્ષ માટે ક્રિકેટમાંથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સલિયા સામને 2021 માં યોજાયેલી અબુ ધાબી T10 લીગ દરમિયાન અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) ના એન્ટી કરપ્શન સંહિતા સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હતું. જેના કારણે સલિયા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
મેચ ફિક્સિંગ સંડોવણીના આરોપસર કરાયો આ નિર્ણય
અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) ના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ઉલ્લંઘનની તપાસ સ્વતંત્ર ICC ભ્રષ્ટાચાર વિરોધી ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવી હતી. સુનાવણી પછી ટ્રિબ્યુનલે જાણ્યું કે સલિયા સામને માત્ર મેચને પ્રભાવિત કરવાની કોશિશ કરવા ઉપરાંત ખેલાડીઓને ભ્રષ્ટ આચરણમાં સામેલ કરવા પુરસ્કારો પણ આપ્યા હતા.
ICC એ આ ટુર્નામેન્ટ માટે એક ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીની નિમણૂક કરી હતી. જેમણે સમયસર આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. સપ્ટેમ્બર 2023 માં સલિયા સહિત આઠ લોકો સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. તેમના પર એ જ તારીખ (13 સપ્ટેમ્બર 2023) થી પ્રતિબંધ અમલ ગણાશે, જ્યારે અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
સલિયા સમન સહિત 8 લોકો પર નીચેના આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા
1. મેચ અથવા તેના કોઈપણ ભાગને ફિક્સ કરવાના પ્રયાસમાં સામેલ થવું અથવા અયોગ્ય રીતે પ્રભાવિત કરવું (આર્ટિકલ 2.1.1)
2. ભ્રષ્ટ આચરણમાં સામેલ થવાના બદલામાં બીજા ખેલાડીને ઈનામ આપવું (આર્ટિકલ 2.1.3)
3. બીજા ખેલાડીને ઉશ્કેરવું, પ્રેરિત કરવું અથવા સુવિધા આપવી (આર્ટિકલ 2.1.4)