Get The App

'60 વર્ષ સુધી રમી શકું છું...', IPLમાંથી નિવૃત્તિ અંગે ધોનીએ ટીકાકારોને આપી દીધો ચોખ્ખો જવાબ

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
'60 વર્ષ સુધી રમી શકું છું...', IPLમાંથી નિવૃત્તિ અંગે ધોનીએ ટીકાકારોને આપી દીધો ચોખ્ખો જવાબ 1 - image

MS Dhoni On His IPL 2026 Retirement Plan: એમએસ ધોનીની IPL નિવૃત્તિને લઈને ચાહકોમાં હંમેશા ઉત્સાહ અને અટકળો રહેતી હોય છે. ત્યારે આ વચ્ચે હવે ધોનીએ ટીકાકારોને સ્પષ્ટ જવાબ આપી દીધો છે. IPLની 19મી સીઝની શરૂઆત પહેલા રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સે એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ ફેન ઇવેન્ટમાં એમએસ ધોનીએ ફરી એકવાર એક એવું નિવેદન આપ્યું જેનાથી ચાહકોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. 44 વર્ષીય ધોનીએ મજાક-મજાકમાં કહ્યું કે, હું 60 વર્ષ સુધી IPL રમી શકુ છું. અને બસ આ સાંભળતા જ આખું ચેપોક ગુંજી ઉઠ્યું.

મુશ્કેલ હશે, પરંતુ હું પ્રયાસ કરી શકું

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રવિવારે યોજાયેલા CSK ફેન ઇવેન્ટ દરમિયાન એક્ટર શિવકાર્તિકેયને મજાકમાં ધોનીને નિવૃત્તિની વાતોને અવગણીને લાંબા સમય સુધી રમવાનું કહ્યું. તેના પર ધોનીએ હસતાં-હસતાં જવાબ આપ્યો કે, 'તે મુશ્કેલ હશે... પરંતુ હું પ્રયાસ કરી શકું છું.'


'ધોની-ધોની'ના નારા ગુંજવા લાગ્યા

ધોનીનું આ નિવેદન સાંભળતા જ સ્ટેડિયમમાં બેઠેલા ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા અને 'ધોની-ધોની'ના નારા ગુંજવા લાગ્યા. આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.

ધોનીની ગણતરી IPL ઈતિહાસના સૌથી મટા ખેલાડીઓમાં થાય છે

- 278 મેચ

- 5439 રન

- 5 વાર CSKને ચેમ્પિયન બનાવ્યું

ધોની IPL 2026માં પોતાની 19મી સીઝન રમવા જઈ રહ્યો છે. જોકે, તેણે 2024 પહેલા કેપ્ટનશીપ છોડી દીધી હતી અને ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધી હતી.

શું IPL 2026 ધોનીની છેલ્લી સીઝન હશે?

ધોનીના ભવિષ્ય અંગે સતત ચર્ચાઓ ચાલી રહી છે. CSKના CEO કાશી વિશ્વનાથને સ્પષ્ટતા કરી છે કે, ધોની IPL 2026માં આખી સીઝન રમશે, પરંતુ તેની ભૂમિકા પહેલા કરતા થોડી અલગ હોઈ શકે છે. છેલ્લી કેટલીક સીઝનમાં ધોનીની ભૂમિકામાં સ્પષ્ટ બદલાવ જોવા મળ્યો છે.

- હવે તે કેપ્ટન નથી.

- ફિનિશરના રોલમાં નીચલા ક્રમે બેટિંગ કરે છે.

-  Impact Player નિયમના કારણે મર્યાદિત ભૂમિકા

આ પણ વાંચો: લોકસભામાંથી PM મોદીનો દુનિયાને મેસેજ, કહ્યું- 'હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવરમાં અવરોધ ઊભો કરવો અસ્વીકાર્ય'

CSK એ આ વખતે સંજુ સેમસન જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં વિકેટકીપિંગની જવાબદારીઓ પણ વહેંચી શકાય છે અથવા ટ્રાન્સફર કરી શકાય છે. તેમ છતાં ધોનીનો અનુભવ અને હાજરી ટીમ માટે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ત્યારે જ્યારે IPL 2025માં CSK પ્રથમ વખત પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી.

નવી શરૂઆત કે વિદાઈ?

IPL 2026 CSK માટે એક નવી શરૂઆત પણ હોઈ શકે છે અને ધોનીના કરિયરનો અંતિમ અધ્યાય પણ હોઈ શકે છે. ચાહકોને આશા છે કે 'માહી' ફરી એકવાર મેદાન પર પોતાનો જાદુ બતાવશે. પછી ભલે તે 60 વર્ષની ઉંમર સુધી રમે કે આ સીઝન બાદ અલવિદા કહી દે.