Get The App

મારા જેવું તો કોઈ પણ રમી જશે પરંતુ આ ખેલાડી જેવું કોઈ નહિ: જાણો ધોનીએ કોને પોતાનાથી મોટો ક્રિકેટર ગણાવ્યો

Updated: Mar 22nd, 2023

GS TEAM

Google News
Google News
મારા જેવું તો કોઈ પણ રમી જશે પરંતુ આ ખેલાડી જેવું કોઈ નહિ: જાણો ધોનીએ કોને પોતાનાથી મોટો ક્રિકેટર ગણાવ્યો 1 - image

નવી મુંબઇ,તા. 22 માર્ચ 2023,બુધવાર

ટીમ ઈન્ડિયાને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર મહેન્દ્રસિંહ ધોની બાળપણથી જ આ એક લેજેન્ડની જેમ રમવા માંગતો હતો. તેમને જોઈને ક્રિકેટ શીખવાનો પ્રયાસ કરતો હતો. થોડા સમય પછી ધોનીને સમજાયું કે તેનો પ્રયાસ ખોટો હતો. હું પોતે તો શું અન્ય કોઈ પણ આ દિગ્ગજ ક્રિકેટર જેવો નથી બની શકતો તે ધોનીને બાદમાં સમજાયું. રસપ્રદ વાત એ છે કે ધોનીએ જ આ ખેલાડીની જિંદગીની સૌથી મોટી ઈચ્છા પુરી કરી આપી હતી. જો હજી પણ તમે ના સમજી શક્યા તો આવો જાણીએ આજના યુગના તમામ ખેલાડીના મેન્ટોર ધોનીના જ મેન્ટોર વિશે....

મારા જેવું તો કોઈ પણ રમી જશે પરંતુ આ ખેલાડી જેવું કોઈ નહિ: જાણો ધોનીએ કોને પોતાનાથી મોટો ક્રિકેટર ગણાવ્યો 2 - image

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે હું નથી માનતો કે હું Legend છું. લેજન્ડ એટલે કોઈ પણ ક્ષેત્ર, પછી તે બોલિવૂડ હોય, ક્રિકેટ હોય, બિઝનેસ હોય, બેંકિંગ હોય કે શિક્ષણ વગેરે હોય, જો કોઈ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં અનન્ય ફાળો આપીને અવિસ્મરણીય સમય વિતાવ્યો હોય તો તે લેજન્ડ બની શકે છે. ધોનીએ કહ્યું કે મને લાગે છે કે મારી તાકાત એ નથી કે હું લેજન્ડ છું. મારી તાકાત એ છે કે સામાન્ય લોકો સાથે મારૂં કનેક્શન, મારૂં બોન્ડિંગ ઘણું સારું અને સારું છે

માહીએ કહ્યું કે, લોકોને લાગે છે કે હું તેમની વચ્ચેથી ઉભો થયો છું. હું જે રીતે રમું છું તે રીતે દરેક જણ રમે જ છે. માહીએ કહ્યું કે જો હુ કે તમે કે કોઈપણ સચિન પાજી વિશે વાત કરીએ અને તેમને જોઈએ તો તો કહીએ કે હું તેંડુલકરની જેમ નથી રમી શકતો. જ્યારે હું રમું છું ત્યારે લોકો કહે છે કે અમે પણ આવું રમીએ છીએ અથવા રમી શકીએ છીએ. ધોનીની જેમ અમે પણ અમારી ગલી અને મેદાનમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા જ છે.

ધોનીએ કહ્યું કે સામાન્ય લોકો જે રીતે રમે છે, હું પણ તે જ રીતે રમું છું. કોમનમેનમાં છુપાયેલા ખેલાડીની જેમ, મેં બધે જ બોલ માર્યો. આ મારી સૌથી મોટી તાકાત છે કે હું લેજન્ડ નથી, હું સામાન્ય લોકોનો ક્રિકેટર છું. 

ધોનીએ જ કઈ રીતે સચિનની વિશ કરી પુરી...?

વિશ્વ ક્રિકેટના ભગવાન લિટલ માસ્ટર જીવનની દરેક ઉંચાઈ હાંસલ કરી શક્યા હતા પરંતુ તેમનું ભારતને વિશ્વવિજેતા બનાવવાનું અને પોતે તે ટીમનો ભાગ હોય તે સપનું અધુરૂં જ હતુ. 

જણાવી દઈએ કે સચિન તેંડુલકર ઈચ્છતો હતો કે ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ જીતે. સચિને 1992 થી 2011 સુધી 6 વખત વર્લ્ડ કપ રમ્યો હતો. જોકે, તેનું સપનું 2011માં જ એમએસ ધોનીની કેપ્ટન્સીમાં પૂર્ણ થયું હતું.